Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

જસદણમાં પિતાને મારવા દોડેલ કપાતર પુત્રએ માતાને છરી ઝીંકીઃ પિતા ઉપર ધોકાથી હૂમલો

પત્ની અને બાળકો દાદા સાથે રહેવા ચાલ્યા જતા કંઇ કામ ધંધો ન કરતા ભરત કોળીએ ઉશ્કેરાઇ જઇ હૂમલો કર્યો

રાજકોટ તા. ૧ર :.. જસદણમાં પિતાને મારવા દોડેલ કપાતર પુત્રએ વચ્ચે પડેલ માતાને છરી ઝીંકી દિધી હતી અને પિતા ઉપર પણ લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો.

પ્રાપ્ય વિગતો મુજબ જસદણના પોલારપર રોડ કબ્રસ્તાનની બાજુમાં રહેતા વિજયાબેન ખીમજીભાઇ મકવાણાએ તેના સગા પુત્ર ભરત ઉર્ફે સુગો મકવાણા રે. આદમજી રોડ જસદણ સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં  જણાવ્યા મુજબ આરોપી પુત્ર ભરત કંઇ કામધંધો કરતો ન હોય જેથી તેની પત્ની બાળકો સાથે ફરીયાદીના ઘરે રહેતા હોય તેનો ખાર રાખી ભરત હાથમાં છરી લઇ પિતા ખીમજીભાઇને મારવા આવેલ પણ ફરીયાદી વચ્ચે પડી છોડાવવા આવતા પુત્ર ભરતે ફરીયાદી ઉપર છરીથી હૂમલો કરી ઇજા કરી હતી તેમજ પિતા ઉપર લાકડાના ધોકાથી હૂમલો કરી ઇજા કરી મારી નાખવાની ધમકી આપી હતી.

જસદણ પોલીસે માતા વિજયાબેનની ફરીયાદ ઉપરથી ગુન્હો દાખલ કરી આરોપી પુત્ર ભરતની શોધખોળ હાથ ધરી છે.

(1:13 pm IST)