Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

જુનાગઢમાં બિસ્માર એમ.જી.રોડનાં મુદ્દે વેપારીઓ દ્વારા સજજડ બંધ

અનેક વખત રજુઆત છતાં નવીનીકરણ ન થતાં લડતનો પ્રારંભઃ ધંધો - વેપાર - બંધ રાખી વેપારીઓનો પગપાળા મનપાને ઘેરાવ

(વિનુ જોશી) જુનાગઢ તા.૧ર :  જુનાગઢમાં બિસ્માર એમ.જી. રોડના મુદે વેપારીઓ આજે સવારે સજજડ બંધ પાળી પગપાળા પહોંચીને મનપાને ઘેરાવ કરતા દોડધામ મચી ગઇ હતી.     

જુનાગઢનાં હાર્દ સમાન અને દિવસ રાત ધમધમતા એન.જી.રોડ પર ભુગર્ભ ગટરની કામગીરી હાથ ધરવામાં આવેલ. પરંતુ આ કામ પુર્ણ થયા બાદ  પણ રસ્તાનું નવીનીકરણ કરવામાં ન આવતાં વેપારીઓ અને વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહયા છે.

સમગ્ર એમ.જી.રોડ ખાડા ખબડાવાળો હોય દિવસ દરમિયાન વાહનો પસાર ધુળ ઉઠતી હોવાથી વેપારીઓ  વેપાર ધંધા પણ કરી શકતા નથી.

આ રસ્તાના મામલે  મનપા ભંગને અનેક વખત રજુઆત કરવા છતાં પણ ઘટતુ કરવામાં ન આવતા ધીરજ ગુમાવી ચુકેલા વેપારીઓએ ગઇકાલે બેઠક મળી હતી.

જેમાં ૧૦૦ જેટલા વેપારીઓે ઉપસ્થિત રહી લડત શરૂ કરવાનું ંતવ્ય આપ્યુ હતુ અને આજે સવારથી જ બપોરના બે વાગ્યા સુધી એમ.જી.રોડના વેપારીઓ બંધ પાળવાનું નકકી કરેલ.

તેમજ બંધની સફળતા માટે ૩૦ વેપારીઓની કમીટી પણ બનાવવામાં આવી હતી.

આ એલાન મુજબ મહાત્મા ગાંધી રોડ ખાતેના વેપારીઓ સહિતના ધંધાર્થીઓ પોતાના વેપાર ધંધા બંધ રાખીને જોડાયા હતા અને પગપાળા મનપા કચેરીએ પણ અને ઘેરાવ કરી આક્રોશ વ્યકત કર્યો હતો. અને મનપાના સતાધીશોને ફુલ આપીને રજુઆત કરી હતી.

દરમિયાન જયાં સુધી રોડનું કામ શરૂ ન થાય ત્યાં સુધી દરરોજ અલગ અલગ કાર્યક્રમો આપવાનું નકકી કરવામાં આવ્યું છે.

(1:15 pm IST)