Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

જુનાગઢ જિલ્લામાં ધો.૧૦, ૧રનું બીજા દિવસે પણ રેગ્યુલર થતુ શૈક્ષણિક કાર્યઃ પ્રથમ દિવસે ૧રર૮૯ હાજર

ઓનલાઇન વિદ્યાર્થીઓની હાજરી પુરવા જિલ્લા શિક્ષણાધિકારીનો આદેશઃ આર.એસ.ઉપાધ્યાય દ્વારા સતત માર્ગદર્શનઃ ઓનલાઇન શિક્ષણ કરતા શાળામાં અભ્યાસ કરવામાં મજા આવે છે

(વિનુ જોશી) જુનાગઢ તા.૧ર : જુનાગઢ જિલ્લામાં ગઇકાલ થી ધો.૧૦ અને ૧રની ૬૪૯ શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે. ત્યારે સતત બીજા દિવસે રાબેતા મુજબ શિક્ષણકાર્ય શરૂ થઇ રહયુ છે.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે પ્રથમ દિવસે વાલીઓની સંમતિ ૧૧૪પપ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવેલ અને ધો.૧૦માં ૭પ૮૬ અને ધો.૧રમાં ૪૭૦૩ છાત્રો હાજર રહયા હતા. અને ૧રર૮૯ વિદ્યાર્થીઓેએ શાળામાં પ્રવેશી શૈક્ષણિક કાર્યમાં જોડાય શિક્ષણ મેળવ્યું હતુ.

શ્રી ઉપાધ્યાયએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ રાજયમાં આવેલ સરકારી અનુદાનિત બિન અનુદાનિત તમામ માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધો.૧૦ અનેે ૧રના વર્ગો શરૂ કરાયા છે. જે અન્વયે સર્વેશિક્ષા અભિયાન પોર્ટલ પર શિક્ષકો અને વિદ્યાર્થીઓની તા.૧૧ જાન્યુ. થી નિયત સમય પહેલા ઓનલાઇન હાજરી પુરવા આદેશ અપાયો છે.

આજે બીજે દિવસે વિદ્યાર્થીઓએ ઉત્સાહ પુર્વક જણાવ્યું હતું કે લાંબા સમય પછી શાળામાં આવવાનું થતા ઓનલાઇન શિક્ષણ  કરતા શાળામાં રૂબરૂ અભ્યાસ કરવામાં વધારે મજા આવે છે. બીજા દિવસે  ધીમે ધીમે શૈક્ષણિક સંકુલો ધમધમવા લાગ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.એસ.ઉપાધ્યાય સવારથીજ શાળાઓનું ઓચિંતુ ચેકિંગ હાથ ધરી રહયા છે અને આ મુલાકાત દરમિયાન શાળામાં કોવિડના નિયમોનુ સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ વિદ્યાર્થીઓને માસ્ક સાથે થર્મલગનથી સેની ટાઇઝ કરી પ્રવેશ આપવા ખાસ તકેદારી રાખવા આદેશ આપ્યો છે. આજે બીજા દિવસે પણ સવારથી જ શાળાના આચાર્યો સંચાલકો સાથે સંપર્ક સાધી સતત માર્ગદર્શન પુરૂ પાડી રહયા છે અને ઉપાધ્યાય પાસે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ હોવાથી પ્રાથમિક શાળાઓનું પણ સરપ્રાઇઝ ચેકિંગ કરી રહયા છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બે પ્રાથમિક શાળાની ઓચિંતા મુલાકાત લેતા ત્યાં શાળાના આચાર્યની ગરેહાજરી તથા અનિયમીત શિક્ષકોને સ્થળ પર નોટીસ ફટકારેલ હતી.

(1:16 pm IST)