Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

જુનાગઢમાં જવેલર્સે દાગીના બનાવવા આપેલ રૂ.૮.રપ લાખનાં સોના સાથે બંગાળી પલાયન

પેઢીમાં જ નોકરી કરતો કારીગર ચોરી ગયો

(વિનુ જોશી) જુનાગઢ તા.૧ર : જુનાગઢમાં જવેલર્સે તેમની જ પેઢીમા નોકરી કરતો બંગાળી કારીગર દાગીના બનાવવા આપેલ રૂ.૮.રપ લાખના સોના સાથે પલાયન થઇ જતાં સનસનાટી મચી ગઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે જુનાગઢમાં છાયા બજાર હેઠાણ ફળીયાના નાકા પાસે આવેલ અક્ષર જવેલર્સના સુનિલભાઇ ધીરજલાલ રાજપરાએ તેની પેઢીમાં પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના નીયાલા એમયર પોસ્ટ પંડવા ગામનો કારીગર શેખ રાજેશ અલી જમાલુદીનને નોકરી પર રાખેલ.

આ બંગાળી કારીગરને સુનીલભાઇએ સોનાના દાગીના બનાવવા સોનુ આપેલ જેમાંથી રૂ.૮.રપ લાખની કિંમતના ૧૬પ.૪૦ ગ્રામ સોનાની તા.૯ની વ્હેલી સવારે ૪.પ૩ કલાકે રાજેશઅલી ચોરી કરી નાસી ગયો હતો.

આ અંગે સોની વેપારીએ ગત રાત્રે ફરિયાદ નોંધાવતાં એ ડીવીઝનના પીએસઆઇ જે.એચ.કછોટે તપાસ હાથ ધરી છે.

(1:17 pm IST)