Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

હરિદ્વાર નકલંકધામ મહાકુંભ પર્વમાં યાત્રિકો માટે અવિરત સેવાયજ્ઞ

૬ પ્રમુખ સ્નાન અને ૪ શાહી સ્નાનનુ અનોખું મહત્વ : રાજેન્દ્રદાસબાપુએ વિગતો આપીઃ ૧ વર્ષ બાદ ઓખા, અમદાવાદથી ટ્રેનો કુંભ મેળાને લઇ શરૂ કરવામાં આવી છે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧ર : હરીદ્વાર ખાતે આગામી કુંભપર્વ ર૦ર૧ અંતર્ગત મહાકુંભ મેળામાં શાહી સ્નાન સહિત ધાર્મિક અવસરો યોજાનારૂ છે.

જે અંગે વિગતો આપતા સંતશ્રી સેવાદાસબાપા આશ્રમ નકલંકધામ હરિદ્વારના પ.પુ. ધર્મભુષણ સંતશ્રી રાજેન્દ્રદાસબાપુ ગુરૂશ્રી કરશનદાસબાપુએ જણાવ્યું હતું કે આપણા સનાતન ધર્મમાં કુંભમેળાનું અનોખું મહત્વ રહ્યું છે. આ કુંભ મેળામાં શાહીસ્નાન કરવાનો અમુલ્ય અવસર ગણાય છે.

જેમાં ૧૪ જાન્યુઆરી મકરસંક્રાતના રોજ તિથી સ્નાન અને ૧૧ ફેબ્રુઆરી મૌની અમાસ તેમજ તા.૧૬ ફેબ્રુઆરી વસંતપંચમી તા.ર૭ ફેબ્રુઆરી માધ્યપુર્ણિમાં અને ૧૧ મી માર્ચે મહાશિવરાત્રીનું સ્નાન. પુ. રાજેન્દ્રદાસબાપુએ ધવુમાં જણાવેલ કે જ મુખ્ય શાહીસ્નાન હોય છે. જેમાં વિવિધ અખાડાના સાધુસંતો, આ પવિત્ર શાહી સ્નાનમાં જોડાય આ પવિત્ર શાહીસ્નાનમાં જોડાય સ્નાન કરે છે. તે પૈકી પ્રથમ શાહી સ્નાન તા.૧૧ માર્ચ મહાશિવરાત્રી અને તા. એપ્રિલ સોમવતી અમાસ તેમજ તા.૧૪ એપ્રિલ બૈસાખી અને ર૭ એપ્રિલે ચૈત્ર પુણિમાનુ઼ સ્નાન યોજાય છે.

પુ.બાપુએ જણાવ્યું હતું કે હરિદ્વાર ઉતરાખંડ શ્રી સેવાદાસબાપા આશ્રમ ખાતેયાત્રીકોને જરૂરીયાત મુજબ રહેવા જમવાની સેવા આપવામાં આવશે તેમણે વધુમાં જણાવેલ કે આ કુંભ મેળાને લઇને ૧ વર્ષથી બંધ હતી તે ટ્રેનો તા.૧૦ જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવી છે જેમાં ઓખાદેહરાદુન અમદાવાદ-દેહરાદુન, બાંદ્રા હરિદ્વારા એકસપ્રેસ સહીત ૧૮ ટ્રેનો શરૂ કરી દેવામાં આવી છે જેની યાત્રીકોએ ખાસ નોંધ લેવા જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારી દરમ્યાન હરિદ્વારમાં ફસાયેલ ૪૦૦ જેટલા યાત્રીક પરિવારોને રાજેન્દ્રદાસબાપુએ આશ્રમમાં આશરો આપી રહેવા જમવાની સેવા આપી હતી. અને બાદમાં તંત્રની મંજુરી ૪ થીવધુ  બસો દ્વારા આ યાત્રીકોને પોતાના વતન પહોચડયાહતા અને માનવ સેવા એજ પ્રભુ સેવા સુત્રને ચારિતાર્થ કર્યું હતું અને હાલમાં પણ પુ.બાપુ દ્વારા તોરીયા અને હરિદ્વારના નકલંક ધામમાં અવિરત સેવા યજ્ઞ ચલાવે છે.

(1:18 pm IST)