Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

જુનાગઢમાં ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવન દ્વારા નેશનલ કોન્ફરન્સ યોજાશે

પર્યાવરણીય ટકાઉપણું અંતર્ગત યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના સંવાદમાં સમગ્ર  દેશમાંથી રીસર્ચ પેપર્સ રજુ થશેઃ પર્યાવરણને બચાવવાના તમામ પગલા વિશે તથા હાલની સમસ્યાઓ સંદર્ભે ચિંતન-મનન થશેઃ વિદ્વાન સમાજશાસ્ત્રીઓ વર્ચ્યુઅલી હાજર રહેશે- રજીસ્ટ્રેશન કરાવવા માટેની અંતિમ તા.૧૪-૧-૨૦૨૧

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૧૨: ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢના સમાજશાસ્ત્ર ભવન દ્વારા આગામી તા.૨૯ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ ' સોશ્યલ, ઈકોનોમી એન્ડ પોલીટીકલ ઇન્ટરવેન્સન ફોર એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલેટી' શીર્ષક હેઠળ નેશનલ ઈ-કોફરન્સનું આયોજન ભકતકવિ નરસિહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. (ડો.)ચેતનભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું છે. 'પર્યાવરણીય ટકાઉપણું' અંતર્ગત યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના આ સંવાદમાં સમગ્ર દેશમાંથી શિક્ષણવિદો, સંશોધકો તથા વિદ્યાર્થીઓ પોતાના રીસર્ચ પેપર્સ રજુ કરશે.

આ નેશનલ કોન્ફરન્સમાં પર્યાવરણને બચાવવાના તમામ પગલાઓ વિશે તથા હાલમાં પર્યાવરણ સંદર્ભે સામાજીક, આર્થિક તથા રાજકીય હસ્તક્ષેપ વિશે ઊંડાણપૂર્વક ચેંતન-મનન કરવામાં આવશે. સમગ્ર દેશમાંથી વિધ્વાન સમાજશાસ્ત્રીઓ ઓનલાઈન-વર્ચ્યુઅલી હાજર રહેશે અને કોન્ફરન્સમાં જોડાયેલા તમામ રીસચર્સને પ્રોત્સાહિત કરી સાચા અર્થમાં પર્યાવરણનું મહત્વ સમજાવશે. રજીસ્ટ્રેશન કરાવવા માટેની છેલ્લી તા.૧૪-૦૧-૨૦૨૧ છે. રીસર્ચ પેપર્સ માટેની એબ્સેટ્રેકર  સબમીશનની અંતિમ તા.૧૮-૦૧-૨૦૨૧ છે તથા કુલ રીસર્ચ પેપર્સ સબમીટ કરવાની અંતિમ તા.૨૩-૦૧-૨૦૨૧ છે.

સમગ્ર કોન્ફરન્સને સફળ બનાવવા માટે સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો.જયસિંહ ઝાલા, ડો.પરાગ દેવાણી, ડો.ઋષિરાજ ઉપાધ્યાય, પ્રા.નીતિન મકવાણા સહિતના તમામ ટીચીંગ-નોન ટીચીંગ સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યા છે.

(1:19 pm IST)