Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

કેશોદ સરકારી ગર્લ્સ સ્કૂલમાં ધારાસભ્ય દેવાભાઇ માલમની ઉપસ્થિતમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૧૨: સમગ્ર ભારતમાં કોરોના મહામારીના પગલે તમામ શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સદંતર બંધ થયેલ હતુ. ત્યારે ગુજરાત સરકારશ્રીના આદેશ મુજબ ગઈકાલે સમગ્ર ગુજરાતમાં ધો.૧૦ - ૧૨ અને કોલેજોમા શરૂ થયેલ શૈક્ષણિક કાર્યની સાથે સાથે કેશોદ તાલુકાની તમામ હાઈસ્કુલો અને કોલેજોમાં પણ ૩૦૦ થી વધુ દિવસો બાદ એટલે કે ગઈકાલે સોમવારથી શૈક્ષણિક કાર્યનો શુભારંભ થતાં વિદ્યાર્થીઓમાં આનંદની લહેર જોવામળી હતી.

કેશોદની સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમની ઉપસ્થિતીમાં વિદ્યાર્થીનીઓને ટેમ્પ્રેચર તેમજ હેન્ડ સેનેટાઈઝ સાથે સ્કુલમાં એન્ટ્રી કરાવવામાં આવેલ તેમજ સ્કૂલના તમામ રૂમ અને બેંચો પણ સેને ટાઇઝ કરી વિદ્યાર્થીનીઓને સરકારશ્રીની ગાઈડ લાઇન પ્રમાણે પ્રવેશ આપી અભ્યાસક્રમનો શુભારંભ કરાવવામાં આવેલ હતો.

શૈક્ષણિક કાર્યના પ્રથમ દિવસે કેશોદની સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે અંદાજિત ૨૫૦ની સંખ્યા વિદ્યાર્થનીઓની પાંખી હાજરી જોવા મળી હતી. તેમજ યુ. કે. વી. મહિલા કોલેજમાં પણ આજે પ્રથમ દિવસે ૨૫૦ જેટલી વિદ્યાર્થીનીઓની અભ્યાસ માટે હાજર રહેલ હતી.

(1:20 pm IST)