Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

જુનાગઢ ભકિતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી. માટેની પ્રવેશ પરીક્ષા યોજાઇ

વિવિધ ૧૭ વિષયોમાં કુલ ૬૬૧ વિદ્યાર્થીઓએ સ્વસ્થચિતેે પરીક્ષા આપી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧રઃ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા પીએચ.ડી. પ્રવેશ માટેની એન્ટ્રસ પરીક્ષા (PET-ર૦ર૦)  શ્રી સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્ટસ કોમર્સ, બી.એડ. અને લો કોલેજે, જોશીપુરા, જુનાગઢ (ડો. હરિભાઇ ગોધાણી શૈક્ષણિક સંકુલ) ખાતે યોજવામાં આવેલ હતી. જેમાં ૧૭ વિષયોનાં કુલ ૭ર૧ વિદ્યાર્થીઓમાંથી ૬૬૧ વિદ્યાર્થીઓએ સોશ્યલ ડીસ્ટન્સિંગ સહિતની કોવિડ ગાઇડલાઇન્સ સાથે પરીક્ષા આપેલ.

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા ર૦૧૮ થી પીએચ.ડી. અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવેલ છે. યુનિવર્સિટીની આ ત્રીજી બેચમાં ૧૪૪ જગ્યાઓ માટ કુલ ૮પ૮ વિદ્યાર્થીઓએ  (PET-ર૦ર૦) માટે રજીસ્ટ્રેશન કરાવેલ જેમાં ૧૩૭ વિદ્યાર્થીઓ કે જે UGC NET/GSET- પાસ કરેલ છે. તેમને PET-ર૦ર૦માંથી મુકિત આપવામાં આવેલ હતી.

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) ચેતનભાઇ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી અને જોશીપુરા કોલેજના PET-ર૦ર૦માં રોકાયેલ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી કોવિડ-૧૯ મહામારીના કપરા સમયમાં PET-ર૦ર૦નું સફળ આયોજન કરેલ હતું.

(1:21 pm IST)