Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૦૬ કેસ, વધુ ૦૭ દર્દીઓ સ્‍વસ્‍થ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૧૨: જીલ્લામાં કોરોના કેસો ઘટી રહ્યા છે આજે મોરબી, હળવદ અને વાંકાનેર તાલુકામાં કોરોનાના નવા ૬ કેસો નોંધાયા છે તો વધુ ૭ દર્દીઓ સ્‍વસ્‍થ થયા છે.

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૪ કેસ જેમાં ૨ ગ્રામ્‍ય અને ૨ શહેરી વિસ્‍તારમાં વાંકાનેરનો ૧ કેસ શહેરી વિસ્‍તારમાં, હળવદનો ૧ કેસ ગ્રામ્‍ય વિસ્‍તાર મળીને નવા ૬ કેસો નોંધાયા છે તો જીલ્લામાં વધુ ૭ દર્દી સ્‍વસ્‍થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૩૨૦૯ થયો છે જેમાં ૮૪ એકટીવ કેસ છે અત્‍યાર સુધીમાં કુલ ૨૯૧૪ દર્દીઓ સ્‍વસ્‍થ થયા છે

(1:21 pm IST)