Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

લોહાણા મહાપરિષદ ના નવનિયુક્ત અધ્યક્ષ સતીષ ભાઈ વિઠલાણી તાલાલા ગીર ની મુલાકાતે : ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ઉના કોડીનાર ગીર ગઢડા સહીત ના વિવિધ ગામોના લોહાણા મહાજન દ્વારા ભવ્ય સ્વાગત

(દિપક તન્ના દ્વારા) તાલાલા તા.૧૨ : સંગઠન શક્તિ ને વધુ મજબૂત બનાવવા નો સંકેત આપતા નવનિયુક્ત મહાપરિષદ અઘ્યક્ષ વૈશ્વિક ક્ષેત્રે શ્રી લોહાણા મહાપરિષદ ના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી સતિષભાઈ વિઠલાણી તેમજ રશ્મિબેન વિઠલાણી રવિવારે સાંજે તાલાલા ગીર ની મુલાકાતે આવ્યા હતા આ તકે તાલાલા લોહાણા મહાજન, ઉના લોહાણા મહાજન, કોડીનાર લોહાણા મહાજન, ગીર ગઢડા લોહાણા મહાજન  તેમજ ઘાટવાડ લોહાણા મહાજન સહીત ના લોહાણા મહાજનના હોદેદારો એ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ તમામ ગામો ના લોહાણા મહાજન ના અગ્રણીઓ ની ઉપસ્થિતિ માં તાલાલા લોહાણા મહાજનવાડી ખાતે એક બેઠક નું આયોજન થયું હતું તેમાં મહાપરિષદ ના અઘ્યક્ષ શ્રી સતિષભાઈ વિઠલાણી એ ઉચ્ચ શિક્ષણ પર ખાશ ભાર મુક્યો હતો આ ઉપરાંત આરોગ્યલક્ષી, રોજગારલક્ષી કામગીરી માં સહયોગ આપવાની મહત્વ ની બાબત આજે નવા અધ્યક્ષ શ્રી દ્વારા કહેવા માં આવી હતી અને તેમજ સંગઠન શક્તિ ને વધુ મજબૂત કરવા જોર આપ્યું હતું. આ તકે તાલાલા લોહાણા મહાજન ના મુખ્ય હોદેદારો શ્રી યોગેશભાઈ ઉનડકટ, શ્રી મુકેશભાઈ તન્ના, દિપકભાઈ મંડાવિયા, કોડીનાર મહાજન ના હોદેદારો શ્રી અશ્વિનભાઈ વિઠલાણી, મુકેશભાઈ પૂજારા સહીત ના ઉના મહાજન શ્રી મહેન્દ્રભાઈ ગીર ગઢડા થી શ્રી અનિલભાઈ વિઠલાણી તેમજ વેરાવળ થી વિક્રમભાઈ તન્ના એ વિવિધ સૂચનો કર્યા હતા અને આવનારા દિવસો માં સમાજ નું સંગઠન વધુ ને વધુ મજબૂત બનાવવા શ્રી સતિષભાઈ એ  આગેવાનો ને વિશેષ અનુરોધ કર્યો હતો 

અંત માં સતિષભાઈ વિઠલાણી એ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા આર્થિક સહયોગ તેમજ કારકિર્દી માટે યોગ્ય માર્ગદર્શન માટે ગુજરાત ના મુખ્ય બે શહેર માં યુ પી એસ સી અને જી પી એસ સી ના ખાસ વર્ગો ચલાવવા ઉપસ્થિત મહાજન ના આગેવાનોએ એ કરેલી રજૂઆત અંતર્ગત તેમને હકારાત્મક અભિગમ આપ્યો છે.  આ કાર્યક્રમ ની આભારવિધિ શ્રી યોગેશભાઈ ઉનડકટ એ કરી હતી.

(3:26 pm IST)