Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

મકરસંક્રાતિએ વાંકાનેરની અંધ-અપંગ ૧૧૦૦થી વધુ ગૌમાતા માટે દાનની સરવાણી વહાવવા ગૌભકતોને અપીલ

લોકડાઉનના કારણે દાનની આવકમાં પણ ૨૫ થી ૩૦ ટકાનો ઘટાડોઃ સૌરાષ્ટ્રમાં દાન માટે વ્યવસ્થા કરાશે

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૧૨ :. સમગ્ર ગુજરાતમાં એક માત્ર આદર્શરૂપ અને અનુકરણ કરી શકાય એવી અંધ-અપંગ, અશકત ગૌમાતાની સેવાની જ્યોત પ્રસરાવતી સંસ્થા વાંકાનેરના જીનપરા વિસ્તારમાં અંધ-અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટના નામે આવેલી છે. આ સંસ્થામાં અંધ-અપંગ ગૌમાતા અને તેનો પરિવાર મળી કુલ ૧૧૦૦થી વધુ ગૌમાતાનું નિજ નિવાસ સ્થાન સમુ આશ્રય સ્થાન બની ગયુ છે. વાંકાનેરની આ ગૌશાળામાં ગાયમાતાને લીલા-સુકા ઘાસ ઉપરાંત ગોળ-ખોળ વિગેરે અપાય છે અને સાથે સાથે નિષ્ણાંત પશુ ચિકિત્સક દ્વારા નિયમીત સારવાર પણ આપવામાં આવે છે. ગાયમાતા માટે આવેલું દાન ખરા સમયે ગાય માતા માટે વાપરવુ જ જોઈએ એવા સુંદર વિચારધારા ધરાવતા પ્રમુખ અને ટ્રસ્ટીઓએ વાંકાનેરના અંધ-અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટ દ્વારા બાજુના રાજાવડલા રોડ ઉપર ગૌમાતા માટે આઠ એકર જગ્યામાં પંદરસોથી વધુ ગૌમાતાનો સારી રીતે નિભાવ થઈ શકે તે માટે ૧૭ મોટા પાકા શેડ, વિશાળ ઘાસ ગોડાઉન, પાણી માટેના સુંદર અવેડાઓ સહીતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત અંધ-અપંગ ગૌશાળાની રાજાવડલા રોડ ઉપરની ગોપાલવાડીમાં ગૌમાતા માટે રૂ. ૭ કરોડના ખર્ચે અદ્યતન ગૌ નિવાસની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલમાં ૧૭ નવા શેડ, બે ઘાસ ગોડાઉન, ચોખ્ખા પાણીના અવેડાઓ તેમજ ગૌશાળામાં પાકા રસ્તાનું કામ પૂર્ણ થયેલ છે તેમજ ગૌમાતાની સારવાર માટે અદ્યતન ઓપરેશન થઈ શકે તેવુ દવાખાનુ ગૌમાતા શું છે ? તેનાથી આપણને શું ફાયદા થાય છે, તેની સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત થાય તે માટે પ્રદર્શન હોલ, નાનપણથી જ બાળકોમાં ગૌમાતા માટે સંવેદનના જાગે ગૌ સેવાથી વાકેફ થાય અને રમત ગમત સાથે ગૌસેવાને પોતાના જીવનમાં ઉતારવાની પ્રેરણા પ્રાપ્ત થાય તે માટે આ ગૌશાળામાં બાલ ક્રિડાગણ, ગૌ ગાર્ડન, સીનીયર સીટીઝન પાર્ક, પંખીઓ માટે સુંદર ચબુતરો, ગૌમાતાનું ભવ્ય મંદિર સહિતની જરૂરી તમામ સુવિધાઓ ગૌમાતાઓને આ ગૌશાળામાં મળી રહે તેને ધ્યાનમાં રાખી ટ્રસ્ટીઓએ દાતાઓના સહયોગથી આ ભગીરથ કાર્યને પાર પાડવા રાત-દિવસ મહેનત કરી રહ્યા છે અને હાલ કામ પ્રગતિમાં છે, વાંકાનેર અંધ અપંગ ગૌશાળાની ગૌમાતાના નિભાવ માટે દરરોજ ૫૦ હજારથી વધારે રોજીંદો ખર્ચ હોય આ માટે દાતાઓનો સહયોગ અતિ જરૂરી હોય ગૌમાતાના નિજ નિવાસ સ્થાન માટે દાનની સરવાણી વહાવવા ટ્રસ્ટી મંડળ દ્વારા અપીલ કરાઈ છે.

લોકડાઉનના કારણે આ સંસ્થાને દર વર્ષે દાતાઓ દ્વારા આવતુ દાનમાં ૨૫ થી ૩૦ ટકાનો ઘટાડો થતા ગૌ નિભાવ ખર્ચની ચિંતા ટ્રસ્ટીઓ ગૌ સેવકોમાં પ્રસરી રહી છે. લોકડાઉન પૂર્ણ થઈ ગયુ છે.

અંધ અપંગ ગૌશાળા દ્વારા દુષ્કાળ, ભૂકંપ તેમજ લોકડાઉન જેવા આપતી સમયે અન્ય ગૌ સેવા કરતી સંસ્થાઓને પણ લીલા-સુકા ઘાસ મોકલી પ્રેરણારૂપી કાર્ય કરે છે. તા. ૧૪મી જાન્યુઆરી મકરસંક્રાંતિના પાવન દિને રૂદ્રોની માતા, વસુઓનો પુત્રી, ભારતીય સંસ્કૃતિના ચાર આધારસ્થંભ ગાય, ગંગા, ગાયત્રી અને ગીતા માહેની એક એવી ગૌમાતા માટે દાન આપવાનો અનેરો દિવસ ગણવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે આપવાાં આવેલું દાન અનંત ફળ આપનારૂ બની રહે છે. સૌરાષ્ટ્રના ગૌ પ્રેમી, ગૌ ભકતો, જીવદયા પ્રેમીઓ તથા જેમના મનમાં અબોલ જીવ પ્રત્યે માનવતા મહેકે છે.

વાંકાનરની અંધ અપંગ ગૌશાળાના ટ્રસ્ટીઓએ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતને ગૌસેવાની પ્રેરણા આપતુ જે કાર્ય શરૂ કર્યુ છે, અંધ અપંગ ગૌમાતા ઉપરાંત જુદા જુદા ગામની ગૌશાળાને મદદરૂપ થવા, ગૌમાતાના નિભાવ માટે મકરસંક્રાંતિના પાવન દિને મંડપો (છાવણી) નાખવાની પ્રેરણા અને જે સહયોગની જરૂરતમાં સાથ સહકાર આપવાની પણ તૈયારી દર્શાવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વાંકાનેરની અંધ અપંગ ગૌશાળા માટે નીચે મુજબના સ્થળો ઉપર ગૌ ભકતો ગૌમાતા માટે દાન સ્વીકારશે.

રાજકોટ

મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિતે વાંકાનેર અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટ દ્વારા રાજકોટ મધ્યે અંબિકા પાર્ક, સ્વામીનારાયણ ગુરૂકુળ, સોરઠીયાવાડી (ઘનશ્યામભાઈ), કોટેચા ચોક પ્રદીપભાઈ, ગાયત્રી એન્જી. કોર્પો., રાધે હોટલ ૧૫૦ ફુટ રીંગ રોડ, ઈન્દિરા સર્કલ સંતોષ ડેરી પાસે, પાણીનો ઘોડો પેડક રોડ, ભકિતનગર સર્કલ, ઈન્દિરા સર્કલ પટેલ ડેરી પાસે, સાંગણવા ચોક, કોટેચા ચોક (મહિલા ગ્રુપ), બાલાજી હોલ ૧૫૦ ફુટ રીંગરોડ, જાગનાથ મંદિર, પુષ્કરધામ મંદિર, મવડી મેઈન રોડ, અમીન માર્ગ, પંચનાથ મંદિર, માયાણી ચોક, રૈયા ચોકડી, સાધુ વાસવાણી રોડ ગંગોત્રી ડેરી, સોરઠીયાવાડી, રાણી ટાવર, ત્રિકોણબાગ, નંદા હોલ, ઝુલેલાલ મંદિર, લીલા ખડપીઠ, જંકશન પ્લોટ, બજરંગ સોડા, સ્વામીનારાયણ ચોક, બાપા સીતારામ ચોક, એરોડ્રામ રોડ, કે.કે.વી. હોલ, એસ્ટ્રોન સોસાયટી, પંચાયત ચોક, નાણાવટી ચોક, કિશાનપરા, સદગુરૂ સાનિધ્ય ચોક (સંત કબીર રોડ), પેલેસ રોડ, આશા મંદિરની બાજુમાં, ગુંદાવાડી, મવડી મેઈન રોડ (મહિલા ગ્રુપ), ચિરાગ હોસ્પીટલ સામે ૮૦ ફુટ મેઈન રોડ, રૈયા રોડ, સાધુ વાસવાણી રોડ કોર્નર, એસ.એન.કે. ચોક યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ સ્વામીનારાયણ મંદિર પાસે, એસ્ટ્રોન ચોક, રાજનગર ચોક, ત્રિમૂર્તિ બાલાજી મંદિર ૧૫૦ ફૂટ રીંગ રોડ, આબલીયા હનુમાન જંકશન, સાધુ વાસવાણી રોડ ભવાની ગોલા સામે, ત્રિવેણી ગેઈટ સંતકબીર રોડ, શિવ ફેમીલી રેસ્ટોરન્ટ કુવાડવા રોડ, જય ઓટો કન્સલ્ટ ૮૦ ફુટ રોડ, અકિલા ચોક, ગુંદાવાડી ચોરા પાસે, રામાપીર ચોકડી, રામેશ્વર ચોક, આમ્રપાલી ફાટક પાસે, બાલાજી હનુમાન કરણસિંહજી રોડ, નાનામવા રોડ, મવડી મેઈન રોડ, ખોડીયાર ડેરી પાસે, શેઠનગર મોદી એસ્ટેટ, ગોંડલ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી તેમજ મોરબીમાં ખોડીયાર રેસ્ટોરન્ટ જુના બસ સ્ટેન્ડ પાસે, સદ્ગુરૂ મીલ્ક પોઇન્ટ શનાળા રોડ, દીના પ્રોવીઝન વર્ધમાન રેડીડન્ટ કેનાલ રોડ, પટેલ મેડીકલ રવાપર રોડ, ગાંધી ચોક પેટ્રોલ પંપની બાજુમાં, મયુર પાન પંચવટી સોસાયટી નવયુગ સ્કુલ પાસે, ડાયમંડ માર્કેટ રવાપર રોડ, નવા બસ સ્ટેન્ડ પાસે, સરદાર સ્ટેચ્યુ, શકિત પુષ્પ ભંડાર ગ્રીનચોક, લીલા લહેર રવાપર રોડ, ઉમીયા સર્કલ શનાળા રોડ, શ્રીજીપાર્ક-ર, રવિ પાર્ક-ર, વાવડી રોડ, આર્દશ સોસાયટી સરદાર બાગ, ભાવિકા પ્રોવીઝન ગોપાલ સોસાયટી, મારૂતી જનરલ ઋષભનગર, રાજા મેડીકલ સ્ટોર સાવસર પ્લોટ મેઇન રોડ, બાલાજી પ્રોવીઝન માધાપર ઝાંપા સામે, જાગૃતિ નોવેલ્ટી શકિત પ્લોટ, નજરબાગ રેલ્વે સ્ટેશન, આકાશ એપાર્ટમેન્ટ લખધીરવાસ, ગેંડા સર્કલ, એવન્યુ પાર્ક રવાપર રોડ, મહેશ્વરી મેડીકલ રાજનગર, ખોડીયાર પ્રોવીઝન કુબેરનગર, નહેરૂ ગેઇટ ચોક, સ્વાગત હોલ કેનાલ ચોકડી રવાપર રોડ, સ્વામી નારાયણ મંદિર શનાળા રોડ, સિધ્ધી વિનાયક ધુનડા, અવધ શ્રીકુંજ સોસાયટી, બાલાજી પ્રોવીઝન અવની ચોકડી, ડો. દિલીપભાઇ ભટ્ટ ન્યુ ગુજ. હા., પસંદ ચા - નવા ડેલા રોડ, ઉત્સવ પ્રોવીઝન પાટીદાર ટાઉનશીપ, રઘુવીર એસ. ડી. પી. સી. ઓ. વસંત પ્લોટ, બંસીધર ડેરી ફાર્મ, મહેન્દ્રનગર ચોકડી, ઉમા ટાઉનશીપ ચોક મોરબી-ર, વૃંદાવન પાર્ક ગેઇટ મોરબી-ર, વૃષભ નગર ગેઇટ મોરબી-ર, રામદૂત પાન-શ્રીમદ રાજનગર પંચાસર રોડ, સરદારનગર.

જામનગર

જામનગર બાલા હનુમાન મંદિર સામે તળાવની પાછળ, સેન્ટઅંશ સ્કુલ સામે પંડીત નહેરૂમાર્ગ, કિરીટ સ્વીટ એન્ડ નમકીન પટેલ કોલોની ૯, ચાંદી બજાર ચોક, રણજીતનગર પટેલ સમાજની વાડી પાસે, રામશ્વેરનગર-ર સરદાર ભવન, ખોડીયાર કોલોની પાસે, ગુરૂદત્તાત્રેય મંદિર પાસે, એમ્યુઝન પાર્ક, જનતા ફાટક ઇન્દીરા રોડ,  પટેલ પાર્ક, બેડી ગેઇટ, ઉદ્યોગનગર ફેઇસ-૩, ખાતે વ્યવસ્થા કરવામાં આવેલ છે.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં અમર સેલ્સ કંપની જુના ગેઇટ સ્ટેશન પાસે, રાજ મંદિર પાસે, મલહાર ચોક, માતુશ્રી કોમ્પ્લેક્ષ રતનપર (જોરાવરનગર) ક્રોઝવે પાસે, દિપ ચશ્મા ઘર ન્યુ અંડર બ્રીજ પાસે, ૮૦ ફુટરોડ નવરંગ સોસાયટી પાસે, નવા જંકશન રોડ કુન્તુનાથ દેરાસર ચોક પાસે,

વાંકાનેર

તેમજ વાંકાનેરમાં શ્રી અંધ અપંગ ગૌ આશ્રમની ઓફીસ જીનપરા, જયશ્રી રામ દુગ્ધાલય(ભાઇલાલભાઇ પેંડાવાળા) તેમજ જીતુભાઇ સોમાણી ગ્રુપ મારકીટ ચોક, ગૌશાળા ઓફીસ, ગોપાલવાડી રાજાવડલા ઓફીસ તેમજ

જામખંભાળીયા

જામખંભાળીયા મુકેશભાઇ પંચમતીયા તેમજ ગૌ સેવા સમિતિ સાગર એન્ટરપ્રાઇઝ પોસ્ટ ઓફીસ રોડ,

વાંકાનેરની અંધ અપંગ ગૌ માતાએ માટે ઉપરોકત સ્થળે દાન સ્વીકારવા માટે છાવણીઓ (મંડપ) ઉભા કરી વ્યવસ્થ ગોઠવવામાં આવે છે. જેમાં સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહી દાન સ્વીકારશે. આ ઉપરાંત વાંકાનેર, મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, જામખંભાળીયા, વિગેરે ગામોમાં ગૌ સેવા પ્રચાર રથ પણ ફરશે.

(3:41 pm IST)