Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

લોકડાઉનને કારણે વ્યાજ ચુકવી ન શકતા જુનાગઢના યુવાનને માથુ ભટકાડી મારી નાખવાની ધમકી

બે વ્યાજખોરો સામે યુવકની વૃદ્ધ માતાની ફરીયાદ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧ર : લોકડાઉનને કારણે વ્યાજ ચુકવી ન શકતા જુનાગઢના યુવાનને બે વ્યાજખોરોએ માથુ ભટકાડી મારી નાખવાની ધમકી આપી હોવાની વૃદ્ધ માતાએ ફરીયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જુનાગઢના દોલતપરા ખાતેના આશાદીપ એપાર્ટમેન્ટમાં રહેતા કિશન અરવિંદભાઇ માખેચા નામના યુવાને તેના માતા સુધાબેન (ઉ.૬૬) ની સારવાર માટે દોલતપરાનો જયદીપ ચંદારાણા પાસેથી અલગ અલગ સમયે રૂ.૮૭પ૦૦ વીસ ટકાના વ્યાજે તેમજ ટીંબાવાડીનો ધર્મેશ સેજપાલ પાસેથી રૂ.૬૦ હજાર દસ ટકાના વ્યાજે લીધેલ.જેનું દર મહિને કિશન રૂ.૧પ હજાર વ્યાજ ચુકવતો હતો પરંતુ તાજેતરના લોકડાઉનના કારણે વ્યાજ ચુકવી ન શકતા બંને વ્યાજખોરોએ કિશનને ફોન પર માથુ ભટકાડી મારી નાખવાની ધમકી આપી હતી અને એકટીવાની આરસીબુક પણ લઇ લીધી હતી.

આ અંગે યુવકના વૃદ્ધ માતાએ ફરીયાદ નોંધાવતા પીએસઆઇ વી.આર.ચાવડાએ તપાસ હાથ ધરી છે.

(3:42 pm IST)