Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

લીંબડીના ખંભલાવ ગામને જોડતા મુખ્ય રસ્તાની બિસમાર હાલત : ચૂંટણી બહિષ્કારના લાગ્યા બેનરો

ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવાતા તંત્ર અને રાજકીય પક્ષોમાં પણ દોડધામ

લીંબડી તાલુકાના ખંભલાવ ગામને જોડતા મુખ્ય રસ્તાની સમસ્યા ઉદભવતા ગ્રામજનો એ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે, અતિ બિસ્માર રોડ ના કારણે ગામમાં આવન-જાવન કરવા બાબતે ભારે મુશ્કેલી નો સામનો ગ્રામજનોને કરવો પડે છે, ત્યારે ચૂંટણી સમયે આપવામાં આવતા વચનો ફક્ત વચનો જ સાબિત થતા ગ્રામજનોમાં આ બાબતે આક્રોશ ઉભો થવા પામ્યો છે, અને ગામના દરવાજા ઉપર ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવાતા તંત્ર અને રાજકીય પક્ષોમાં પણ દોડધામ મચી જવા પામી છે, આમ અંદાજે ૧૫ વર્ષથી રોડ નહીં તો મત નહીં, ના સૂત્ર હેઠળ ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

(8:29 am IST)