Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

કોરોના કહેર વચ્ચે કચ્છમાં ઓછા ટેસ્ટ, હજી ૪ ટકાના જ ટેસ્ટ થયા,૯૬ ટકા લોકો બાકીઃ ટેસ્ટ વધતાં કેસો વધ્યા

કુલ ૮૪ હજાર ટેસ્ટમાંથી ૭૦ હજાર તો છેલ્લા અઢી મહીનામાં થયાઃ રાજયમાં ઓછા ટેસ્ટ થયા છે એવા જિલ્લામાં કચ્છનો સમાવેશ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૨: કચ્છમાં કોરોનાએ વરતાવેલા કેર વચ્ચે લોકો ભયભીત છે, પણ તંત્ર આંકડાઓના ખેલમાં વ્યસ્ત છે. જયારે સરકારે આંખો મીંચીને લોકોને વહિવટીતંત્રને સહારે છોડી દીધા છે. તો, સ્થાનિક નેતાગીરી પણ કોરોનાની કામગીરી સંદર્ભે મૌન છે. જોકે, સૌથી મોટી ચિંતાજનક વાત કોરોનાના ટેસ્ટની છે. ૧ લી ઓગસ્ટના ૫૫૦ પોઝિટિવ દર્દીઓ અને ૨૮ મોત હતા. જયારે આજે ૧૨ આઙ્ખકટોબરના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૨૪૦૧ ૬૯ જયારે બિનસતાવાર મૃત્યુ આંક ૧૧૭ છે. જોકે, ટેસ્ટ વધ્યા એટલે જ પોઝિટિવ દર્દીઓ વધ્યા, આમ ટેસ્ટના કારણે કોરોનાના દર્દીઓને ઓળખવામાં સરળતા રહી. આંકડાકીય રીતે દુઃખની વાત એ છે કે, કચ્છનો સમાવેશ કોરોનાના ઓછા ટેસ્ટ થયા હોય એવા જિલ્લાઓમાં છે.

અત્યારસુધીમા કચ્છ જિલ્લામાં થયેલા ૮૪૫૬૦ ટેસ્ટિંગ પૈકી ૭૦૦૦૦ ટેસ્ટ છેલ્લા અઢી મહીનામા થયા છે. ટેસ્ટ વધ્યા એટલે પોઝિટિવ દર્દીઓ પણ ૧ ઓગસ્ટથી ઓકટોબર ૧૦ સુધીમાં ૧૮૫૧ વધ્યા. જે માર્ચ ૨૦ ના પ્રથમ દર્દીથી ૧ ઓગસ્ટ સુધી સાડા ચાર મહીનામા માત્ર ૫૫૦ હતા અને મોતની સંખ્યા પણ ૨૮ હતી. જયારે ટેસ્ટ વધતાં પોઝિટિવ દર્દીઓની સાથે મોતની સંખ્યા પણ વધી છે. સતાવાર રીતે ૧ ઓગસ્ટથી ૧૦ ઓકટોબર વચ્ચે ૪૧ મોત અને બિન સત્ત્।ાવાર રીતે ૮૯ મોત થયા છે. આમ, કચ્છમાં અત્યાર સુધી ૨૦ લાખની વસ્તી સામે માત્ર ૮૪૫૦૦ ટેસ્ટ થયા છે, જે કુલ વસ્તીના ૪ ટકા જ છે, હજી ૯૬ ટકા લોકોના ટેસ્ટ બાકી છે. જો, આ ટેસ્ટ વધે તો કોરોનાનું ચિત્ર ભારે બિહામણું બને. હકીકત એ છે કે, સબ સલામતીના દાવાઓ વચ્ચે તંત્ર આંકડાઓની લુકાછૂપી કરે છે અને સરકાર બંધ આંખ કરી સબ સલામત પરિસ્થતિને પોતાની સિદ્ઘિ ગણાવી રહી છે. અનલોકની છુટછાટ અને સરકારની બંધ આંખો વચ્ચે લોકો પણ કોરોનાનો ભય ભુલીને બિન્દાસ વર્તન દાખવી રહ્યા છે, એ આઘાતજનક છે.

(11:45 am IST)