Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

સાયલાના રતનપરની સીમમાં વાડીમાંથી ર૬ લાખનો દારૂ પકડાયો : સીમમાં કટીંગ કરતા ૭ શખ્સો સામે ગુન્હો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧ર : વણકી ગામના પાટીયા પાસે સાયલા નેશનલ હાઈવે પર રતનપર ગામની સીમમાં આવેલ વાડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારી તેને અન્ય સાગરીતો તથા વાહનો મારફતે કટીંગ થતું હોવાની હકીકતના આધારે રેઈડ કરી હતી. જેમાં વણકી પાટીયાથી ચોટીલા તરફ હાઈવે પર આવેલ એક વાડી રેઈડ કરી હતી જેમાં આરોપી બચુભાઈ રવજીભાઈ સાબરીયા રહે.સોનપરી તા.સાયલાવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારી અન્ય સાગરીતો તથા વાહનો મારફતે કટીંગ કરી રહ્યો હતો.

જેમાં આયશરની તલાસી લેતાં ઈંગ્લીશ દારૂની પેટી નંગ-૩૧૦ કિંમત રૂ.૧૩,૯૫,૦૦૦ તથા આયશર કિંમત રૂ.૫,૦૦,૦૦૦ તથા બે બોલેરો પીકઅપ ગાડીમાંથી પણ ઈંગ્લીશ દારૂની પેટી નંગ-૭૫ કિંમત રૂ.૩,૩૭,૫૦૦ તથા અન્ય બોલેરો ગાડી કિંમત રૂ.૩,૦૦,૦૦૦માંથી ઈંગ્લીશ દારૂની પેટી નંગ-૬૫ કિંમત રૂ.૨,૯૨,૫૦૦ તેમજ ટેમ્પો કિંમત રૂ.૪,૦૦,૦૦૦ માંથી ઈંગ્લીશ દારૂની પેટી નંગ-૧૨૦ કિંમત રૂ.૫,૪૦,૦૦૦ તથા બે બાઈક કિંમત રૂ.૩૦,૦૦૦ સહિત કુલ રૂ. ૪૦,૯૫,૦૦૦નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. ત્યારે રેઈડ દરમ્યાન આરોપી હાજર મળી આવ્યાં નહોતા આમ પોલીસે આ રેઈડ દરમ્યાન કુલ રૂ.૨૫,૬૫,૦૦૦ની કિંમતનો ઈંગ્લીશ દારૂ અને અલગ-અલગ વાહનો કિંમત રૂ.૧૫,૩૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જયારે આ અંગે પોલીસે મુખ્ય આરોપી બચુભાઈ રવજીભાઈ સાબરીયા તથા તમામ વાહનોના ચાલક સહિત સાત વ્યકિતઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આમ પોલીસે ઈંગ્લીશ દારૂનું કટીંગ કરતાં મુદ્દામાલ અને વાહનો ઝડપી પાડતાં અન્ય બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

(10:50 am IST)