Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

મોરબી : ઇવીએમ વીવીપેટની તાલીમ

મોરબીઃ ૬૫-મોરબી વિધાનસભા પેટા ચૂંટણી અનુસંધાનેઈવીએમ/વીવીપેટનીતાલીમ આપવામાં આવી હતી. યોજાયેલ બે દિવસના તાલીમના પ્રથમ દિવસે ૫૧૫-૫૧૫ કર્મચારીઓ/અધિકારીઓને તાલીમ આપવામાં આવી હતી. કોરોના મહામારીને ધ્યાને લઈ સોશીયલ ડીસટન્સને કારણે તાલીમ ત્રણ સેસન્સમાં યોજવામાં આવેલ છે. તાલીમ દરમ્યાન પ્રિસાઇડીંગ ઓફીસરને ડાયરી,ઇ.વી.એમ. માર્ગદર્શીકા,વી.વી.પેટ. માર્ગદર્શીકા આપવામાં આવી છે. તેમજ આઇ-કાર્ડ પણ ઇશ્યુ કરવામાં આવેલા છે. તેમજ આ તાલીમમાં હેલ્થ સ્ટાફ દ્વારા થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવેલ હતું તેમજ તાલીમ પહેલા સંપૂર્ણ તાલીમ હોલને સેનેટાઇઝર કરેલ હતો.ચૂંટણીની તાલીમ નિવાસી અધિક કલેકટર કેતન પી. જોષી અને ૬૫-મોરબી ચૂંટણી મતવિસ્તાર અને પ્રાંત અધિકારીશ્રી મોરબી ડી.એ.ઝાલા તથા મદદનીશ ચૂંટણી અધિકારી ડી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રો.જે. જી. જેતપરીયાએ જનરલ તાલીમ આપી હતી. તેમજ બુથ એપની તાલીમ પ્રો. દલસાણીયાએ આપી હતી. તથા ઇ.વી.એમ. મશીનની તાલીમ સીતાપરાએ આપી હતી.તાલીમ અપાઇ તે તસ્વીર.

(11:43 am IST)