Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

સોશ્યલ મીડીયાના માધ્યમ દ્વારા બાબર સમાજની બાળાનું સફળ ઓપરેશન : ઓનલાઇન સહાય મળી

(તસ્વીરઃ પિન્ટુ ભોજાણી ગોંડલ)

ગોંડલ,તા. ૧૨:બાબર સમાજના સુરત ખાતે રહેતા પુનાભાઈ ભીખાભાઈ દવેરાની પુત્રી ચિ. મિતલ ને આંચકી આવતી હોવાનો વિડીયો ફેસબુક મા વાયરલ થયેલ જે અન્વયે સમાજના વોટ્સ અપ ગ્રુપ જય વિર મેહુરદાદા-૧ દ્વારા મિતલની સારવાર માટે આર્થિક મદદ કરવા પુનાભાઈના બેંક એકાઉન્ટ મા ડાયરેકટર ઓનલાઇનથી જમાં કરવા અશોકભાઈ મકવાણા નાયબ મામલતદારએ વિનંતી કરતા તેમજ સમાજના યુવા કાર્યકર્તા રજનીશભાઈ મકવાણાએ સમાજના અન્ય વોટસ અપ ગ્રુપ તથા ફેસબુકમા મેસેજથી વિનંતી કરતા રૂ.૧,૨૨,૪૧૭ જેવી માતબર રકમ ત્રણ ચાર દિવસમા જ સમાજના શ્રેષ્ઠીઓએ જમા કરાવેલ.ત્યારબાદ મિતલને સારવાર અર્થે રાજકોટ ખાતે ૮-૧૦-૨૦૨૦ના કરાવતા આવેલ રિપોર્ટ સ્ટર્લીંગ હોસ્પિટલમાં ડો.ગૌરાંગ વાઘાણીને બતાવતા મગજની એક નળી બ્લોક થયેલ હોવાનુ જણાવેલ.જેનુ તાત્કાલિક ઓપરેશન કરવાની જરુર હોવાથી જય વિર મેહુરદાદા-૧ ગુપમા અપીલ કરતા ફકત એકજ દિવસમા ફરીથી સમાજના શ્રેષ્ઠીઓ એ બીજી વાર પણ ૨૫૦૦૦ જેટલી માતબર રકમ પુનાભાઈના ખાતામાં ઓન લાઇનથી જમા કરાવેલ છે અને ઓપરેશન સફળતા પુર્વક થયેલ છે.આમ સોશ્યલ મીડિયાના માધ્યમથી બાબર સમાજની દિકરીનુ સફળતા પુર્વક ઓપરેશન નો ખર્ચ એકત્રીત થયેલ છે અને એક બેટીને નવી જીંદગી મળેલ છે.

(11:46 am IST)