Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

વડિયાની ભાગોળે મોરવાડા ગામે લીઝના બદલે સરકારી જમીનમાં માટીનું ખનન

(ભીખુભાઈ વોરા દ્વારા)વડિયા તા.૧૨ કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલય દ્વારા જેતલસર ઢસા રેલ્વે લાઈનનુ મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર કરવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલુ છે. આ કામ માં લેવલીગ માટે માટી ની ખુબ મોટા પ્રમાણમાં જરૂરિયાત ઉભી થાય છે. આ રેલ્વે કોન્ટ્રાકટરો દ્વારા વડિયાની ભાગોળે આવેલા ભુખલી સાંથણી અને મોરવાડા ગામની સીમ માંથી માટી ચોરી થતા ત્યાંના જાગૃત નાગરિક દ્વવારા રજુવાત કરતા તંત્ર દ્વારા દરોડા પાડતા ત્યાં ટૂંકા સમય માટે માટી ચોરી બંધ થઇ હતી. ત્યારે બાદ નવા ઘરની શોધ કરવાની જરૂરિયાત ઉભી થઇ હતી તે ઘર બાજુનું ગામ ભુખલી સથળી માટી ચોરીનુ હબ બન્યુ હતુ. જાગૃત નાગરિક ની રજુવાત થી અમુક કલાકો ચોરી ઠપ્પ થઇ હતી પરંતુ  માટી ચોરી કરવા લાગ્યા છે.

વડિયાના ભુખલી સાથળી અને મોરવાડા બંને ગામમા જવાના રસ્તાઓ પણ આ ઓવરલોડ ચાલતા ડમ્પરને કારણે પતિ ચુકયા છે. ગામલોકો પણ આ વાહનો થી ત્રસ્ત થયા છે પરંતુ આ બેહરા અને આંધળા તંત્ર ને આવડા હાથીથી પણ મોટા વાહનો અને મશીનો જે મળેલ લીઝ ના બદલે સરકારી જમીન માંથી માટી ખોદીચોરી કરે છે. જો તંત્ર દ્વવારા દરોડા પાડવામાં આવે તો લાખો રૂપિયાની માટી ચોરી પકડાય તેમ છે. કોઈ ના ડર વગર ડમ્પરો અને મશીનો ચાલી રહ્યા છે. જો તંત્ર ને રાજયની લુટાતી સંપતી ની ચિંતા હોય તો આ માટી ચોરી અટકાવવી હિતાવહ છે. આ માટી ચોરી માં કોઈ સામાન્ય માણસ કે ખેડૂત ધ્યાને આવે તો તેના વાહનો ફટાફટ પકડાઈ જાય છે પરંતુ આ મોટા વાહનો ને કોઈ પકડવા વાળુ ના હોય તેવું લોકો માં ચર્ચાઈ રહ્યુ છે.

(11:47 am IST)