Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

કપડાં ધોવા જતા કાળ પોકાર્યો

મોટી પાનેલી ચેકડેમની પાળી ઉપર મુસ્લિમ મહિલાનો પગ લપસતાં ડૂબી જતા મોત

(તસ્વીર અહેવાલઃ અતુલ ચગ )

મોટી પાનેલી,તા.૧૨:મોટી પાનેલીમાં સામાકાંઠા વિસ્તાર મોહનનગર માં રહેતી આધેડ મુસ્લિમ મહિલા રેમતબેન અલીહાસમ ભટ્ટી ઉં.વ.૫૦ શનિવારે બપોરના ફુલઝર નદીના પટમાં આવેલ ચેકડેમની પાળી પાસે કપડાં ધોવા ગયેલા જયાં  પાળીએ થી તેમનો પગ લપસતાં સીધા પાણીમાં ગરકાવ થતા કુંડીમાં પાણીની વલોળમાં ફસાઈ જતા બહાર નીકળી ના શકતા ડૂબી ગયા હતા. બનાવથી થોડે દૂર નહાતા યુવાનોની નજર પડી દોડી ગયા હતા પણ મૃતક રેમતબેન પાણીની વલોળમાં ફસાઈ ગયેલા હોય યુવાનોની કોઈ કારી ફાવી ન હતી આખરે મૃતકની લાશ બહાર આવતા નાળા વાટે લાશને બહાર કાઢેલ બનાવની જાણ ઉપસરપંચ બધાભાઇ ભારાઈ તેમજ પ્રમુખ ઇશાકભાઈ સોરા નવાજભાઈ સોરાને થતા ઘટના સ્થળે પહોંચી એકસો આઠને ફોન કરી મૃતક રેમતબેન ને જામજોધપુર હોસ્પિટલ માં ખસેડવામાં આવેલ જયાં ડોકટરે તેમને મૃત જાહેર કરતા લાશને પોસ્ટમોર્ટમ માટે ભાયાવદર પોલીસને જાણ કરવામાં આવેલ મૃતક રેમતબેન ના પરિવારમાં બે દીકરા હોય મોટો દીકરો બહારગામ મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે જયારે મૃતક રેમતબેન સાથે નાનો દીકરો પારકા કામ કરીને પોતાનું પેટિયું રળતા હતા પરિવાર ના મોભી સમાન અચાનક કાળનો કોળિયો બનતા ગરીબ પરિવાર પર આભ ફાટ્યું હોય તેવું લાગી રહ્યું છે

(11:48 am IST)