Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ઢાંકમાં ભાજપની ખાટલા બેઠક યોજાઇ

ઢાંક,તા. ૧૨: ખેડુતો માટે કેન્દ્ર અને રાજયની ભાજપ સરકાર ખેડૂતો માટે હંમેશા સંવેદનશીલ રહી છે અને ખેડૂતોની ચિંતા કરી છે તેના ખેડૂત વિધાયકના ખોટા પ્રચાર સામે ખેડૂતોને સત્યથી અવગત કરીએ છીએ.

પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા એ જણાવ્યું હતું કે ૨ ઓકટોબર ગાંધી જયંતિના દિવસ થી ૧૭ ઓકટોબર સુધી જીલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ દરેક તાલુકાના ગામડે ગામડે ખાટલા બેઠક નો કાર્યક્રમ યોજવામાં આવેલ ત્યારે ગાંધીજી સત્યના આગ્રહી અને ખેડૂતોને સત્યથી વાકેફ કરવા માટે ઉપલેટા ધોરાજીના પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા અને ઉપલેટા તાલુકા ભાજપ આગેવાનો દ્વારા ઢાંક ગામે ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું

આ ખાટલા બેઠકમાં ઉપલેટા ધોરાજીના પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા માર્કેટિંગ યાર્ડના વા. ચેરમેન રાજાભાઇ સુવા તાલુકા ભાજપ ના આગેવાન બાબુભાઈ હુંબલ સા. ન્યાય સમિતિના ચેરમેન બાલુભાઇ વિંઝુડા તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ માકડીયા તથા ઉપપ્રમુખ ઋષિરાજસિંહ વાળા તથા મહામંત્રી પૃથ્વીરાજસિંહ ચુડાસમા અતુલભાઇ બોરીચા તથા રસીકભાઇ વિજયભાઇ પાઘડાર તેમજ ઢાંક ગામના સરપંચ બદરૂભાઇ માંકડ તેમજ રાજકીય અને સામાજિક આગેવાન મહેશભાઈ શોભાષણા પ્રેમજીભાઇ જાગાણી ડો. જયેન્દ્રસિંહ વાળા રવિભાઇ માંકડ વસંતભાઈ ગજેરા જમનભાઇ ગેડીયા મોહનભાઈ ડોબરીયા સુખદેવસિંહ વાળા તથા ભુપતગીરી ગૌસ્વામી મોહનભાઇ ગજેરા ગીગનભાઇ બટુકભાઇ રબારી તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:48 am IST)