Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

નવરાત્રી આવી પણ, ગરબા વેંચાતા જ નથી

 ધોરાજીઃ નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે માતાજીના ગરબામાં પણ મંદી છે.ધંધા-રોજગાર અને ઉદ્યોગોમાં મંદી આવી ગઈ છે જેને પગલે નાના નાના ગૃહ ઉદ્યોગો તેમજ માટીના ગરબા બનાવતા કુંભાર ભાઈઓ કોરોનાને હિસાબે મંદીની ઝપટમાં આવી ગયા છે આ તકે  નવરાત્રિનો તહેવાર નજીક આવતા કુંભાર ભાઈઓ દ્વારા માતાજીના ગરબા બનાવવામાં આવે છે અને ગરબામાં ખાસ કરીને જૂદી જૂદી ડિઝાઈન બનાવવામાં આવે છે અને ગરબા વેચવા જવા માટે પોતાની રેકડી લઈને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જાય છે કોરોનાના લીધે બેરોજગારી ને લીધે માતાજીના ગરબા પણ વેચાતા નથી આ તકે વયોવૃદ્ઘ હાસ્ય કલાકાર જણાવેલ કે૬૦ વર્ષથી માતાજીના ગરબા બનાવીએ છીએ સરકારશ્રીએ મદદ કરીને ઉગારવા જોઈએ અન્ય ઉદ્યોગો અને ખેડૂતોને તો સહાય આપતી હોય તો અમને કેમ નહીં (તસ્વીરઃધર્મેન્દ્ર બાબરીયા ધોરાજી)

(11:50 am IST)