Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ટંકારા કોર્ટમાં હાર્દિક પટેલ ,લલીતભાઈ વસોયા કગથરા સહિત ૩૦ વ્યકિત સામેનો કેસ ચાલશે

ટંકારા,તા.૧૨ : ટંકારા કોર્ટમાં સોમવારથી હાર્દિક પટેલ, લલીતભાઈ વસોયા, લલીતભાઈ કગથરા સહિત ૩૦ વ્યકિત સામેનો કોર્ટ કેસ ચાલશે. હાઇકોર્ટ ની સુચના મુજબ તથા માર્ગદર્શન મુજબ સંસદ સભ્ય તથા ધારાસભ્ય સામેના કેસ ડે ટુ ડે ચલાવવાની સૂચનો તથા માર્ગદર્શન અપાયેલ છે.

૨૦૧૭માં જાહેરનામાનો ભંગ કરી સાર્વજનિક સ્થળે સભા યોજવાના ગુન્હો ટંકારા પોલીસ સ્ટેશનમા નંબર ૩૦૩ થી નોંધાયેલ . આ અંગેનું ચાર્જશીટ તારીખ ૧/ ૭ /૨૦૧૮ રોજના રજૂ કરાયેલ. તારીખ ૬/ ૮ /૨૦૧૮ના રોજ આ કેસની પ્રથમ મુદત હતી .

આ કેસમાં ધારાસભ્ય લલીતભાઈ કગથરા, લલીતભાઈ વસોયા ,હાર્દિક પટેલ, કિશોરભાઈ ચીખલિયા ,રેશ્માબેન કનેરિયા ગીતાબેન પટેલ સહિત ૩૪ વ્યકિતઓ સામે ગુનો નોંધાયો હતો.આ કેસના બે આરોપીઓ મૃત્યુ પામેલ છે. અમે બે આરોપીઓએ આરોપ સ્વીકારી દંડ ભરી દીધેલ છે .બાકીના સામેનો કેસ ચાલશે.

અગાઉ મુદતમાં હાર્દિક પટેલ ચાર આરોપીઓ ગેરહાજર રહેલ તેની સામે કાનૂની કાર્યવાહી થયેલ.

હાઇકોર્ટની સુચના મુજબ આજથી ડે ટુ ડે કેસ ચાલશે. આરોપીઓને હાજર રાખવા આરોપીના વકીલને જણાવવાનું જાણવા મળેલ છે.

(1:09 pm IST)