Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

૪૫૭ ગ્રામ ગાંજાના કેસમાં પાંચ માસથી ફરાર નિલેશ સોલંકી જામનગરથી પકડાયો

કુવાડવા પોલીસે નિલેશના એક દિવસના રીમાન્ડ મેળવ્યા

રાજકોટ, તા., ૧૨: શહેરના નવા મોરબી રોડ સ્મશાન પાસેથી બી ડીવીઝન પોલીસે પાંચ માસ પહેલા ઇકો કારમાંથી ઝડપેલા ગાંજાના કેસમાં ફરાર શખ્સને કુવાડવા રોડ પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ગાંધીનગર પોલીસ મહાનિર્દેશકના હુકમથી નાર્કોટીકસના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની ડ્રાઇવ ચાલી રહી હોઇ જે અંતર્ગત શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે સુચના આપતા કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ. એમ.સી.વાળા તથા પીએસઆઇ  બી.પી.મેઘલાતર, હેડ કોન્સ. હિતેશભાઇ ગઢવી, અરવિંદભાઇ મકવાણા, કોન્સ. હરેશભાઇ સારદીયા, વિરેન્દ્રસિંહ જાડેજા સતીષભાઇ, દેવેન્દ્રસિંહ જાડેજા તથા મુકેશભાઇ સબાડ સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે નિલેશ રવજીભાઇ સોલંકી (ઉ.વ.ર૬) (રહે. કુબેર ટોકીઝ પાસે સોભેશ્વર મહાદેવના મંદીરની બાજુમાં મફતીયાપરા મોરબી મૂળ ગામ ખીજડીયા તા. વાંકાનેરને જામનગરથી પકડી લીધો હતો. પાંચ માસ પહેલા બી ડીવીઝન પોલીસે નવા મોરબી રોડ સ્મશાન પાસેથી ઇકો કારમાંથી ૪પ૭ ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો. ત્યારે નિલેશ સોલંકી નાસી છુટયો હતો.

(12:53 pm IST)