Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ખંભાળિયામાં પ્રબુદ્ધ નાગરીક દ્વારા ર૩ સ્ટોલમાં ૧૦ દિ'થી હજારો લોકોને નાસ, માસ્ક તથા ઉકાળા વિતરણઃ ૧૪૦ સ્વયંસેવકોનું સન્માન

ખંભાળીયા તા. ૧રઃ ખંભાળિયા જિલ્લામાં વ્યાપક રીતે કોરોના રોગ ફેલાતા પ્રબુદ્ધ નાગરીકો દ્વારા જાતે સૌજન્યની ખંભાળિયામાં ર૩ સ્થળે ૧૦ દિવસ સુધી તમામ જગ્યાઓ સવાર સાંજ બે વખત માસ્ક વિનામૂલ્યે નાસ વિનામૂલ્યે તથા આયુર્વેદિક ઉકાળા વિતરણ થયું હતું.

૧૦ દિવસ વાળેલા આ સેવા કાર્યમાં હજારો નાગરીકો તથા ખંભાળિયા જિલ્લાનું વડુ મથક હોય આવતા ગ્રામજનોએ લાભ લીધો હતો જેમાં જોડાયેલા ૧૪૦ સ્વયંસેવકોને સન્માનીત કરવા ખાસ કાર્યક્રમ ખંભાળિયા નવી લોહાણા મહાજનવાડીમાં યોજાયો હતો.

આ કાર્યક્રમમાં તમામ ૧૪૦ સ્વયં સેવકોને સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા જેમાં ગ્રીનકોના ચેરમેન મેઘજીભાઇ કલામીટીયા, અધિક કલેકટર કે.એમ. જાની, પ્રાંત અધિકારીશ્રી ડી.આર.ગુરવ, આરોગ્ય આયુર્વેદ અધિકારી વિવેકભાઇ શુકલા, પો.સ.ઇ. પ્રદિપસિંહ જાડેજા ચંદ્રકલામાં જાડેજા, મનુભાઇ સોમૈયા, દીપકભાઇ ચોકસી વિ.ના હસ્તે સન્માનપત્ર અપાયા હતા.

(12:54 pm IST)