Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

જાંબુડાની કિંમતી જમીન પચાવી પાડવાના ગુન્હામાં વધુ ત્રણ આરોપીઓને ઝડપી લેતી એલ.સી.બી.

જયેશ પટેલની એકદમ નજીકના ગણાતા આરોપીઓને કોર્ટમાં રજુ કરાશે : અજય બરાડીયા, અમૃતલાલ મારૂ અને જશપાલસિંહ જાડેજા પડકાયાઃ અગાઉ ઝડપાયેલા બે આરોપીઓ જેલહવાલે : પોલીસ તપાસ ચાલુ

જાબુંડાની કિંમતી જમીન પચાવી પાડવાના ગુન્હામાં ત્રણ શખ્શોએ એલસીબીને એલસીબીએ ઝડપી પડયા હતા (તસ્વીરો કિંજલ કારસરીયા)

(મુકુંદ બદીયાણી) જામનગરઃ તા.૧૨, જામ પંચ એ ડીવી .પો.સ્ટે ગુ.ર.નંબર- ર૫ર/૨૦૨૦ ઇ.પી.કો કલમ- ૩૮૬,૧૨૦(બી),૪૬૫,૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબનો ગુનો ગઇ તા. ૬-૧૦ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ બનેલ. જેમાં આરોપીઓ દ્વારા ફરીયાદીની જાંબુડા સર્વે નં. ર૪૪ પૈકી ની કરોડોની કીંમતી જમીનના બનાવટી દસ્તાવેજ બનાવી તેનો ઉપયોગ કરી આ જમીન પચાવી પાડવા ફરીયાદીને તીક્ષણ હથીયાર બતાવી ધમકી આપી લાશ પાડી દેવાની ધમકી આપી જમીન કૌંભાડ આચરેલ હોય, આવા કૌંભાડી આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા માટે પોલીસવડા શ્રી દીપન ભદ્રન નાઓએ એલ.સી.બી. ને સુચના કરેલ હતી.

આ ગુનાના પકડવાના બાકી આરોપીઓને શોધી કાઢવા સારૂ એલ.સી.બી.પોલીસ ઇન્સપેકટર શ્રી.કે.જી.ચૌધરી નાઓની રાહબરી અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પો.સબ ઇન્સ શ્રી બી.એમ.દેવમુરારી તથા શ્રી આર.બી.ગોજીયાના ઓની ટીમો બનાવી, તેઓને કાર્યરત કરવામા આવેલ હતા, તેઓએ આ ગુનાના કામના પકડવાના બાકી આરોપીઓ (૧) ભાવસંગ ભૂપતસંગ જાડેજા રહે. ગામ જાંબુડા (ર) રણજીતસિંહ પોપટભા જાડેજા ગીરા રહે. જામનગર ખોડિયાર કોલોની,અંધાશ્રમ આવાસ બ્લોક નંબર- ૩૮/૫ મુળ ગામ બુટાવદર તા.જામજોધપુર જી-જામનગરનાઓને તા. ૮/૧૦/૨૦૨૦ ના રોજ પકડી લઇ જેલ હવાલે મોકલી આપવામાં આવેલ છે.

 જયારે અન્ય પકડવાના બાકી આરોપીઓ અજયભાઇ દેવાયતભાઇ બરાડીયા (ઉ.વ.૩૩) રહે. મોખાણા તા. જિ. જામનગર,   અમૃતલાલ નાનજીભાઇ મારૂ (ઉ.વ.૫૩રહે.વંડાફળી જામનગર) તથા જશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૩ રહેવાસી વિનાયકપાર્ક, રામેશ્વર નગર જામનગર)નાઓને  પકડી પાડવામાં આવ્યા છે.

 ગુનાની તપાસની કાર્યવાહી દરમ્યાન મુખ્ય આરોપી તરીકે જશપાલ મહેન્દ્રસિંહ જાડેજાનાઓની સંડોવણી હોવાનુ તેમજ તેઓની વિરૂધ્ધમાં પણ ભૂતકાળમાં ઘણા ગુનાઓ નોંધાયેલ હોવાનુ જણાઇ આવેલ છે. 

આ કામગીરી એલ.સી.બી.પોલીસ ઇન્સપેકટર શ્રી.કે.જી.ચૌધરીના ઓની રાહબારી હેઠળ એલ.સી.બી. સ્ટાફ દ્રારા કરવામા આવેલ છે.

(2:37 pm IST)