Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

જામનગરના નભોમંડળમાં ચમકતા મંગળ ગ્રહનું વિશેષ અવલોકન

જામનગર તા.૧૨,અવકાશી તારા મંડળનો મંગળનો લાલ ગ્રહ આવતીકાલે તા.૧૩ ના રોજ પૃથ્વીથી વધુ નજીક આવી રહ્યો છે.

છેલ્લા ૧૫ વર્ષમાં આ અંતર  સૌથી વધુ નજીકનું અંતર છે. સાંજના સમયે આ મંગળ ગ્રહ પૂર્વ માંથી ઊગશે અને મધ્યરાતે

માથા ઉપર આવશે .આ સમયે આ લાલ ગ્રહ વધુ  ચમકતો નજરે પડશે.  દર બે વર્ષે બનતી આ ઘટના છેલ્લે ૨૦૧૮ માં બની હતી. હવે પછી આ ઘટના ડીસેંબર ૨૦૨૨ મા બનશે. મંગળ નો ગૃહ  આપણી સુર્યમાળાનો ચોથા નંબરનો ગૃહ છે અને સુર્ય ની આસપાસ ૬૮૭ દિવસ માં પ્રદક્ષીણા કરે છે. પૃથ્વીની જેમ ધરી નમેલી હોવાથી મંગળ ઉપર તુ પરીવર્તન થાય છે. આપણા એવરેસ્ટ કરતાં ત્રણ ગણી ઉંચાઈ  ધરાવતો પહાડ નિકલ ઓલંપસ પહાડ  મંગળ ઉપર છે.

આ સમયે સૂર્ય  પૃથ્વી અને મંગળ એક લાઇન માં હશે. જેથી સુર્ય નો સીધો પ્રકાશ મંગળ પર પડતા મંગળ વધુ પ્રકાશિત દેખાશે. આ સમયે પૃથ્વીથી મંગળ નુ અંતર ૩૮.૬ મીલીયન માઇલ  એટલે ૬૨.૦૭ મીલીયન કી.મી. હશે.

સંકલન-

- કિરીટ.એન શાહ

જામનગર (૯૪૨૬૯ ૧૬૬૮૧)

(12:58 pm IST)