Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

સાવરકુંડલા નગરપાલિકાના નવ નિર્મિત આધુનિક બીલ્ડીંગનું પુર્વ સાંસદ રવાણીના હસ્તે લોકાર્પણ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૨: સાવરકુંડલા ખાતે કોંગ્રેસી શાસકો નગરપાલિકાના સત્તાધીશો દ્વારા વિકાસના અઢળક કામો સાથે કરોડોના જંગી ખર્ચે નગરપાલિકાનું આધુનિક અને અઘતન અત્યંત બીલડીગ બનાવવામાં આવેલ તે બીલ્ડિંગનું ઉદઘાટન માજી સાંસદ નવીનચંદ્રભાઈ રવાણીના વરદ હસ્તે કરવામાં આવેલ અને તે નવ નિર્માણ પામેલું બીલ્ડિંગનું નામ નવીનચંદ્રભાઈ રવાણી આપવામાં આવેલ છે.

સાવરકુંડલા નગર પાલિકા કોંગ્રેસના પાંચ વર્ષના ટનાટન શાસનની છેલ્લી જનરલ સભા નવી બીલડીગમાં મળી હતી જેમાં ધાણા ઠરાવો બહુ મતી પૂર્વક મંજુર કરવામાં આવેલ હતા જેમાં ધાણા મૂદા શહેર અને શહેરની જનતાના હિતના હતા છતાં પણ ભાજપના સભ્યોએ વિરોધ કરેલ હતો છતાં પણ શાસક પક્ષ એ શહેર અને શહેરની જનતાના હિતમાં બહુમતીપૂર્વક ઠરાવો મંજુર કરેલ હતા.

 કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ અત્યંત આધુનિક બીલ્ડીગનું નવીનચંદ્રભાઈ રવાણી સેવા સદન નામાંકરણ કરવામાં આવતા શહેરની જનતા માં અનેરી ખુશી જોવા મળેલ હતી. નવીનચંદ્રભાઈ રવાણી સાવરકુંડલા નગર પાલિકામાં સતત ૨૫ વર્ષ સુધી પ્રમુખ તરીકે હતા ત્યાર શહેરેના બીડીકમદાર મણિનગર પંજાપરા સરણિયા વાસ સુંડલિયા વાસ વિગેરે વિસ્તારોમાં ગરીબોને ટોકન ભાવે પ્લોટની ફાળવણી કરવામાં આવેલ હતી તેથી ગરીબ માણસો ઘરના ઘર થઈ ગયા હતા. નવીનચંદ્રભાઈ રવાણીનું નામ પાલિકાની બીલ્ડિંગમાં આપવા માં આવ્યું છે તે શહેરની જનતા એ ગૌરવ લીધા જેવી બાબત ગણાય.

નગર પાલિકાના નવા બીલડીગનું ઉદઘાટન અને નામાકારણ વિધિ પ્રસંગે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપભાઈ દુદ્યાત એ જણાવ્યું હતું કે પાલિકાના બીલ્ડિંગનું નામ નવીનચંદ્રભાઈ રવાણી આપવામાં આવ્યું છે તે ખરેખર યોગ્ય છે  રવાણીભાઈએ સાવરકુંડલા શહેર નહીં પરંતુ અમરેલી જિલ્લામાં ખૂબ સેવાઓ કરી છે જેના દાખલાઓ આપીએ એટલા ઓછા પડે તેમ છે.

આ પ્રસંગે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુમમરે જણાવેલ હતું કે  નવીનચંદ્રભાઈ રવાણીએ આજે ૯૧ વર્ષ ની ઉંમરે કોંગ્રેસ અને સાવરકુંડલા શહેરના હીત માટે સતત ચિંતા છે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ચંદ્રેશભાઈ રવાણી એ જણાવેલ હતું કે આપણા આગેવાનોના પ્રયત્નોથી નગરપાલિકામાં કોંગ્રેસને સતા મળી તે સત્તાધીશો એ શહેર માં ખૂબ જ અઢળક વિકાસ કર્યો છે. તેથી શહેરની જનતા ઘણી ખુશ છે.

શ્રી રવાણીએ એમ પણ જણાવેલ હતું કે આજે ગુજરાત અને કેન્દ્રમાં ભાજપ સરકાર હોય અને નગરપાલિકામાં કોંગ્રેસ સતા સ્થાને ત્યારે વિકાસના કામોમાં અડચણ ઉભી થતી હોય છે પરંતુ નવીનચંદ્રભાઈ રવાણી ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત વિરજીભાઈ ઠુમ્મરના પ્રયત્નો થી સાવરકુંડલાની યુવા ટીમે શહેરમાં વિકાસનો ડંકો વગાડ્યો છે.

આ પ્રસંગે હસુભાઈ સૂચક, મહેશભાઈ જયણી, બાબુભાઇ પાટીદાર, મનુભાઈ ડાવરા, હાર્દિક કાનાણી, ઈકબાલ ગોરી, ભારતભાઈ ગીડા, રૂપાભાઈ ભરવાડ હરિભાઈ સગર, બાધાાભાઈ સૂચક, અશ્વિનભાઈ ધામેલીયા, જગદીશભાઈ મધવાણી, નસીરભાઈ ચૌહાણ, જયતીભાઈ વતળિયા, ઓસભાઈ, કમલેશભાઈ મગિયા, ઇરફાનભાઈકુરેશી, હિતેશભાઈ સરૈયા, હસુભાઈ બગડા, બીજલભાઈ બતાડા, ભુપતભાઇ સુડાસમાં, વિજય રાઠોડ, કુંદનબેન અઢિયા, નિલોફરબેન કાદરી, રસીદાબેન ગોરી, અમીનાબેન અશોકભાઈ ખુમાણ, ભાવેશભાઈ બગડા, રાજેભાઈ ચૌહાણ, ફારૂકભાઈ કાદરી, ભાવિકાબેન તરૈયા, અશ્વિનભાઈ સાગર તથા નાગરિક બેંકના તમામ ડિરેકટરો નગર પાલિકાના ચીફ ઓફિસર મુનિયા સાહેબ તથા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોઆગેવાનો વિવિધ સેલના પ્રમુખો અને કોંગ્રેસી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા આ કાર્યક્રમનું સંચાલન શહેર કોંગ્રેસ પ્રમુખ કિરીટભાઈ દવે એ કરેલ હતું.

(12:59 pm IST)