Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

બાબરા તાલુકામાં રૂ. ૪૦ લાખના ખર્ચે રસ્તાઓના કામનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય ઠુંમર

સાવરકુંડલા- બાબરા,તા.૧૨:બાબરા તાલુકાનાના ગ્રામ્ય વિસ્તારોમાં સુખાકારી સુવિધાઓ વધુ ઉપલબ્ધ થાઈ અને ગામનો પૂરતો પ્રાથમિક વિકાસ થાય તે દિશામાં લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર કામ કરી રહ્યા છે પોતાન વિસ્તારમાં ગામના જોડતા મુખ્ય પેવર રોડ,બ્લોગ તેમજ સુવિધાપથની વિવિધ યોજાયા તેમજ ધારાસભ્યની ગ્રાન્ટ ફાળવી રોડ રસ્તાઓ મંજુર કરાવી વિકાસના કામોને અગ્રતા આપવામાં આવી રહી છે.

બાબરા તાલુકાના ચામરડી તેમજ પાનસડામાં રૂપિયા ૪૦ લાખના ખર્ચે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા વિકાસના ખાત મુહર્ત કરવામાં આવ્યા હતા જેમાં ચમારડી ચરખાનો રોડનું ખાત મુહર્ત કરાયું તેમજ ગામની અંદર આવેલ બ્લોગ રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ પાનસડામાં સુવિધાપથ રોડનું ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું આમ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૪૦ લાખના રૂપિયાના રોડ રસ્તાઓ મંજૂર તેનું ખાત મુહર્ત અને લોકાર્પણ થતા ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના હસ્તે ખાત મુહર્ત અને લોકાર્પણ પ્રસંગે તાલુકા કોંગ્રેસના પ્રમુખ જશતમતભાઈ ચોવટિયા,પ્રભાતભાઈ કોઠીવાળ,ધીરુભાઈ વહાણી,સરપંચ અરવિંદભાઈ મેમકીયા,રવજીભાઈ વસ્તરપરા, કરશનભાઈ ,કુલદીપભાઈ બસિયા, કિશોરભાઈ દેઠળિયા સહિતના સ્થાનિક ગામના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(1:00 pm IST)