Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

'દીદીની ડેલી'નો વિચાર ઉમદા કાર્યનો નમૂનો : ભંડેરી

અમરેલીમાં તમામ યોજનાઓનો લાભ લાભાર્થીને એક જ જગ્યાએ મળે તે માટે માર્ગદર્શન કેન્દ્ર કાર્યરત

 અમરેલી ખાતે જનસેવા એ જ પ્રભુસેવા ના નાદ સાથે શરૂ કરાયેલ 'દીદી ની ડેલી' સંસ્થાએ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ ગાંધીનગર ના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે 'દીદી ની ડેલી' આ વિચાર ઉમદા કાર્ય નો નમૂનો છે. સંસ્થાના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયા તેની ટીમ દ્વારા સમગ્ર જિલ્લાના ભાઈઓ-બહેનો, વિદ્યાર્થી ખેડૂતોને સરકારની યોજનાના લાભ આપવા ભગવાનના દૂત બની દીદી ની ડેલી આશીર્વાદરૂપ કામ થઈ રહ્યું છે .અમરેલી જિલ્લાની આ દીદી ની ડેલી નો વિચાર એક એવો આદર્શ કામ કરવાની પ્રેરણા આપે તેવુ કામ આ ટીમ કરી રહી છે, સમગ્ર ટીમને શુભેચ્છા.સાથે સાથે સમગ્ર ગુજરાતમાં લગભગ પ્રથમ વખત એક જગ્યાએથી તમામ યોજનાઓનો લાભ લાભાર્થી સુધી પહોંચાડવા એક માર્ગદર્શન કેન્દ્ર ખોલવા બદલ અભિનંદન પાઠવ્યા હતા આ તકે પટેલ વિદ્યાર્થી આશ્રમ ના મંત્રી બાબુભાઈ હિરપરા ,અમરેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અલકાબેન ગોંડલીયા, સંદીપભાઈ માંગરોળીયા, સંસ્થાના સીઇઓ દિલશાદ ભાઈ શેખ, ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટીના ડિરેકટર અનસુયાબેન સેઠ, રેખાબેન પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે દીદી ની ડેલી સંસ્થાના માધ્યમથી રોજના ૫૦ થી વધારે લાભાર્થીઓ માર્ગદર્શન માટે લાભ લઇ રહ્યા છે. તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં ટેલીફોન પૂછપરછ સતત ચાલુ રહે છે આગામી દિવસમાં આ સંસ્થા સરકારની તમામ યોજનાઓ દ્યર સુધી પહોંચાડવામાં સફળ બની રહેશે.

(1:01 pm IST)