Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

અમરેલીમાં પ૪ હજારના દારૂ સાથે બે ઝડપાયા

 અમરેલી પોલીસ અધિક્ષક   નિર્લિપ્ત રાયે માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે  અમરેલી એલ.સી.બી ના ઇન્ચાર્જ પો.ઇન્સ   આર. કે. કરમટા તથા પો.સ.ઇ   પી.એન.મોરીની રાહબરી નીચે અમરેલી એલ.સી.બી ટીમે  (૧) મોહસીન સતારભાઇ કુરેશી, ઉ.વ.૩૧, રહે.અમરેલી, પાણી દરવાજા પાસે, કાજીવાડ (૨) મોઇનખાન જમીયતખાન બાબી, ઉ.વ.૨૯, રહે.અમરેલી, કાજીવાડ, ઓસવાલ પા.ને વિદેશી દારૂની બોટલો હરીયાણા બનાવટની બોટલો નંગ - ૯૧ કુલ કિ.રૂ.૩૪,૧૨૫/- તથા મોબાઇલ ફોન – ૩ કિં.રૂ. ૨૦,૫૦૦/- મળી  કુલ કિં.રૂ.૫૪,૬૨૫/- નો મુદ્દામાલ સાથે પકડેલ છે.  પકડાયેલ ઉપરોકત બન્ને ઇસમોએ એકબીજાનાં મેળાપીપણામાંથી આરોપી જહીરૂદીન હુસેનમીયા ચીશ્તીની પાસેથી દારૂનો જથ્થો મંગાવી, આરોપી નદીમખાન નજીરખાન પઠાણ રહે. કાજીવાડ, ઓસ્વાલ પા ના મકાનમા રાખેલ હોય, જે તમામ આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી આરોપીઓ તથા મુદામાલ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે અને પકડવાનાં બાકી આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે.

(1:01 pm IST)