Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

કેશોદના ખમીદાણામાં સાંસદ ધડુકની આગેવાનો અને ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજાઇ

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૧૨:  ખમીદાણા પ્રાથમિક શાળામાં રાજકીય આગેવાનો ખેડુતો સાથે સાંસદ રમેશભાઈ ધડુકની મીટીંગ યોજાય હતી. જેમાં કૃષિ બિલ ખેડુતો માટે ફાયદાકારક છે જે મુદે ચર્ચા કરી હતી. બાદમાં રાત્રીના ખાટલા બેઠક યોજી હતી.

ખમીદાણા ગામે પ્રાથમિક શાળામાં ગત રાત્રીના મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સરકારની જુદી જુદી યોજનાઓ વિશે સ્ક્રીન પર ઓડીયો વિડિયોના માધ્યમથી રજુ કરવામા આવેલ તથા સાંસદની ગ્રાંટમાંથી કરેલ કામોની તથા જે તે વિસ્તારોમાં જે કામો બાકી છે તેવા કામોની તથા રાજકીય આગેવાનો ખેડુતોની સાંસદ ધડુકે રજુઆતો સાંભળી હતી. સાથે કૃષિ બીલ ખેડુતોને ફાયદારૂપ છે જેનો વિરોધ નકરવાની સાથે ખેડુતોને વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા.

મીટીંગ પુર્ણ થયા બાદ પરબતભાઇ પીઠીયાની વાડીએ ખાટલા બેઠક યોજી ચુંટણી લક્ષી ચર્ચા કરી હતી. સાથે ખેડુતો રાજકીય આગેવાનોના પ્રશ્નો સાંભળી વહેલી તકે ઉકેલ લાવવા સાંસદે ખાત્રી આપી હતી.ખાટલા બેઠક પુર્ણ થયા બાદ શ્રી રમેશભાઈ ધડુકે ખમીદાણા ભકિત જ્ઞાન ભવન આશ્રમની મુલાકાત લીધી હતી ખમીદાણા ગામે સાંસદ રમેશભાઈ ધડુકે બે કલાકથી વધુ રોકાણ કરી પ્રશ્નો સાંભળી નિરાકરણની ખાત્રી આપી હતી.

(1:03 pm IST)