Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

જૂનાગઢના રોપ વે પ્રોજેકટની વિઝીટ કરતા સાંસદ ચુડાસમા

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ,તા. ૧૨: એશિયાના સૌથી ઊંચા અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના Dream Project એવા ગિરનાર રોપવેની sight visit કરતા જૂનાગઢના સંસદસભ્ય રાજેશભાઇ ચુડાસમા, મેયર ધીરુભાઈ ગોહેલ,ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળના સભ્ય પ્રદીપભાઈ ખીમાણી, ડેપ્યુટી મેયર હીમાંશુભાઈ પંડ્યા, standing committee ના ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા,મહામંત્રી પુનિતભાઈ શર્મા તથા ભરતભાઇ શીંગાળા, અગ્રણી  નટુભાઈ પાટોળીયા, ધરમણભાઈભાઈ ડાંગર,લાલિતભાઈ સુવાગિયા, મનનભાઈ અભાણી, વનારાજભાઈ સોલંકી. આ તકે ઉષા બ્રેકો કંપનીના અધિકારીઓ શ્રી પવાર ,દિનેશભાઈ પુરોહિત વિગેરેએ ઉપસ્થિત રહી માહિતી આપી હતી

રોપવે ખૂબ જ નજીકના ભવિષ્યમાં કાયર્િાન્વત થશે. આ રોપવે પ્રોજેકટ ૨,૨૧૬.૪૦ મીટરની લંબાઈ ધરાવે છે. જે યાત્રિકોને ૨૮૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા અંબાજી મંદિર સુધી માત્ર ગણતરીની મિનિટોમાં પહોંચાડી દેશે.

(1:04 pm IST)