Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

આટકોટ પાસે રિક્ષાને ટ્રેકટરે ઠોકરે લેતાં ચારને ઇજાઃ અઢી વર્ષની બાળાનું મોત

મુળ મધ્યપ્રદેશની મહિલાઓ-બાળકો સાથે મજૂરીએથી ઘરે જતી હતી ત્યારે બનાવ

રાજકોટ તા. ૧૨: આટકોટ નજીક ટ્રેકટરે રિક્ષાને ઉલાળી દેતાં રિક્ષામાં બેઠેલી મધ્યપ્રદેશની ચાર મહિલા અને એક બાળકીને ઇજા થઇ હતી. જેમાં બાળકીનું મોત નિપજ્યું હતું.

આટકોટના વિરનગરમાં રહેતી જામબાઇબેન દિનેશ ડાવર (ઉ.૩૫) તથા પરિવારની બીજી ત્રણેક મહિલાઓ અને ત્રણ બાળકો મજૂરીએ ગયા હતાં. સાંજે રિક્ષામાં બેસી વિરનગર તરફ જતાં હતાં ત્યારે રસ્તામાં ટ્રેકટરે અકસ્માત સર્જતા બધાને ઇજા થઇ હતી. જે પૈકી જામબાઇબેન અને અઢી વર્ષની બાળકી ભારતી સુનિલ ડાવરને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જે પૈકી બાળકી ભારતીનું મોત નિપજ્યું હતું. તેણી ચાર બહેનમાં ત્રીજા નંબરે હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આટકોટ પોલીસને જાણ કરી હતી.

(1:08 pm IST)