Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

જુનાગઢ જિલ્લા શિક્ષણાધીકારી કચેરી દ્વારા કર્મચારીઓને સમયસર સેવાકીય લાભ મળે તે માટે જિલ્લા શિક્ષણાધીકારી આર.એસ.ઉપાધ્યાય દ્વારા નવતર અભિગમ સાથે કેમ્પ પધ્ધતી તા.૧૩ થી ૧પ ઓકટોબર જુનાગઢ, વિસાવદર, કેશોદમાં કેમ્પનું આયોજન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ જુનાગઢ જિલ્લા શિક્ષણાધીકારી કચેરીમાં જિલ્લા શિક્ષણાધીકારી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ શ્રી આર.એસ.ઉપાધ્યાય શિક્ષણ જગતને લગતા કર્મચારીઓને લગતા પ્રશનોો સતત ઉકેલવામાં આવી રહયા છે.

શિક્ષણ જગતમાં જુનાગઢ જિલ્લાને મોખરે લાવવાના ધ્યેય સાથે કામ કરવાની સુઝબુઝ ધરાવતા કર્મનિષ્ઠ જિલ્લા શિક્ષણાધીકારી શ્રી આર.એસ.ઉપાધ્યાયની સતત જહેમતથી શનીવારે લેવાયેલ ઓનલાઇન પરીક્ષામાં સમગ્ર રાજયના ૩૩ જીલ્લાઓમાંથી પરીક્ષામાં જુનાગઢ જીલ્લાના વિદ્યાર્થીઓ જોડાયા હતા જેનો શ્રેય શ્રી ઉપાધ્યાયના ફાળે જાય છે એક પછી એક વહીવટી સરળતા માટે નિર્ણયો લઇ કામગીરી હાથ ધરનાર શ્રી ઉપાધ્યાય દ્વારા કર્મચારીઓને સમયસર સેવાકીય લાભો મળે તે માટે કેમ્પ પધ્ધતીનું આયોજન કરેલ છે.

જેમાં તમામ બિનસરકારી માધ્યમીક ઉચ્ચ માધ્યમીક શાળાઓમાં ફરજ બજાવતા શૈક્ષણીક તથા બીન શૈક્ષણીક કર્મચારીઓની ઉચ્ચતર પગાર ધોરણની ફાઇલો રજુ કરવા બાબતે દરેક શાળાના આચાર્યને પરીપત્ર કરવામાં આવ્યો છે.

જેમાં જે કર્મચારીઓને સાતમાં પગાર પંચનું સ્ટીકર આવી ગયેલ હોય તેની દરખાસ્ત રજુ કરવાની રહેશે તેમજ સીસીસી તથા હિન્દી પરીક્ષા પાસ કર્યાની નોંધ તથા બાંહેધરી અંગેની નોંધ સેવાપોથીમાં કરવાની રહેશે તથા દરખાસ્ત સાથે બે નકલો રજુ કરવાની રહેશે અને અસલ સેવાપોથી તથા નિયત નમુનામાં દરખાસ્ત શાળાના ફોર વર્ડીગ સાથે શાળાના આચાર્યશ્રીએ કેમ્પમાં હાજર રહેવાનું રહેશે. તેમજ સમીતીની ભલામણમાં મંડળના પ્રમુખ મંત્રી તથા આચાર્યના સહી-સિક્કા સાથે રજુક કરવાની રહેશે.

શ્રી આર.એસ.ઉપાધ્યાયએ વધુમાં જણાવેલ કે ખાનગી અહેવાલ મળવાપાત્ર તારીખથી આગળના પાંચ વર્ષના અસલ તથા ઝેરોક્ષ કોપી રજુ કરવાના રહેશે તેમજ મજકુર કર્મચારી સામે કોઇ ખાતાકીય તપાસ ચાલુ નથી કે પડતર નથી તે અંગેનું પ્રમાણપત્ર દરખાસ્ત સાથે રજુ કરવાનું રહેશે.

આગામી ૧૩ ઓકટોબરને મંગળવારના રોજ જુનાગઢ શહેર ગ્રામ્ય વંથલીનો કેમ્પ સવારે ૧૦.૩૦ થી બપોરે ૩.૩૦ કલાક સુધી કે.જી.ચૌહાણ કન્યા વિદ્યાલય ખાતે યોજાશે. તેમજ તા.૧૪ ઓકટોબરને બુધવારના રોજ ભેંસાણ-વિસાવદર-મેંદરડાનો સવારે ૧૦.૩૦ થી બપોરે ૩.૩૦ સુધી સ્વામીનારાયણ હાઇસ્કુલ વિસાવદર ખાતે કેમ્પ યોજાશે તેમજ તા.૧૪ ઓકટોબર બુધવારે કેશોદ-માંગરોળ માળીયા હાટીનામાં  માણાવદરનો કેમ્પ સવારે ૧૦.૩૦ થી કે એ વણપરીયા કન્યા વિનય મંદિર કેશોદ ખાતે યોજાશે.

(1:08 pm IST)