Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

પોરબંદરના વિલા સર્કીટ હાઉસમાં આરઝી હકુમત સમયે માંગરોળના શેખને નજર કેદની ઘટનાથી જાહેર નોંધ તખતી રાખવાની જરૂર

નજર કેદની જવાબદારી તે સમયે રાજવી નટવરસિંહજીને સોંપાઇ હતીઃ નજર કેદની ઐતિહાસિક ઘટના તે પૂર્ણ ઉજાગર કરવા માંગણી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર,તા. ૧૨: આરઝી હકુમત સમયે માંગરોળના શેખ પાકિસ્તાન ભાગી જાય તે પહેલા તેમને પકડીને પોરબંદર વિલા સર્કીટ હાઉસમાં નજર કેદ રાખવામાં આવ્યા હતા.

આ ઐતિહાસિક ઘટનાનો વિલા સર્કીટ હાઉસના રેકર્ડ નથી અને જે સ્થળે નજર કેદ રાખેલ ત્યાં તખતી મુકાઇ નથી. નજર કેદની ઐતિહાસિક ઘટના પૂર્ણ ઉજાગર થાય તેવી માંગણી ઉઠી છે.

તા.૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ હિન્દુસ્તાને આઝાદી મેળવી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ૧૪ મુ ઓગસ્ટ ૧૯૪૭ ની મધ્ય રાત્રી હતી જયારે અંગ્રેજી તા. પ્રમાણે ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ વહેલી સવારનુ રાત્રી ગણાતી. ભારત ને આઝાદી તો મળી તેની ઉજવણી માં તા. તેજ રાત્રીના બાર વાગ્યે ૨૧ તોપ ની સલામી સાથે ભારતનું યાને કે હિન્દુસ્તાનનુ પ્રથમ ધ્વજવંદન સ્વતંત્ર જાહેર કર્યું  પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ લાલ કિલાં ઉપરથી ધ્વજવંદન કરાયવું અને ભારત સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જાહેર થયું.

આશ્ચર્ય એ છે કે સ્વર્ગવાસી પંડિતજી એ રાષ્ટ્રીય ચળવળ પ્રણેતા સત્ય, અહિંસા ના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ધ્વજવંદન સમયે પ્રતીક્ષા કરી નહિ કારણ એવું બતાવ્યું કે હાલ પાકિસ્તાનમાં હિન્દુ મુસ્લિમ લોહિયાળ જંગખેલાઈ રહ્યો હતો નિર્દોષ લોકો કપાતા હતા. સ્ત્રી અને નાના બાળકો ની ક્રૂર હત્યાઓ થતી હતી અને તે અટકાવવા રાષ્ટ્રપિતા રોકાયેલ હતા.

આઝાદી ની લડત નો પ્રારંભ ૧૦૦ વર્ષ પૂર્વે મંગલ પાંડે નામના અંગ્રેજ સરકાર માં સૈનિક તરીકે ફરજ બજાવતા મંગલ પાંડેને ખ્યાલ આવ્યો કે અંગ્રેજ સરકાર બંધુકની કેપમાં ગૌમાસનો ઉપયોગ કરે છે જેથી હિંદુઓની લાગણી દુભાગ્ય અને તે ઉપરથી તેમને હિન્દુસ્તાનને આઝાદ કરવા માટે અંગ્રેજ સરકાર ના પાયા હચમચાવી નાખ્યા હતા. અને પ્રથમ શહીદી તેમની થયેલ.

ત્યાર પછી આઝાદી હિન્દુસ્તાન ને સ્વતંત્રતા ની લડત શરું થઇ. સહિદ વીર ભગત સિંહ, બટુકેશ્વર દત્ત્।, ચંદ્ર શેખર આઝાદ, સુભાષ ચંદ્ર બોઝ એ અંગ્રેજ સરકાર ના પાયા હચમચવ્યા ભગત સિંહ એ અંગ્રેજ સરકાર પર્લામેન્ટ માં બોમ્બ ધડાકા કર્યા અને અંગ્રેજ સરકાર હચમચી ત્યાર બાદ અંગ્રેજ સરકાર એ સુખદેવ, રાજગુરુ, અને ભગત સિંહ આ ત્રણે ક્રાંતિકારી ના ધ્રુજારાં થી અંગ્રેજ સરકારએ ત્રણને ફાસીએ લટકાવી દીધા.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એક બાજુ હિન્દુસ્તાનને આઝાદીની લડતનો માર્ગ બદલ્યો બ્રિટિશ સરકાર ગાંધીજીના આંદોલન થી હચમચી અને ત્યારે બ્રિટિશ સરકાર ના વડાપ્રધાન મિસ્ટર. ચર્ચિલ એ કહ્યું કે મિસ્ટર ગાંધી હજી ઉતાવળ ના કરો હિન્દુસ્તાનને બારોબાર રીતે પરિપકવ બનવા દયો. પરંતુ ગાંધીજીનો જવાબએ હતો કે અત્યારે પરિસ્થિતિ અત્યંત ગંભીર છે અને નાજુક છે એટલે સમય નો બગાડ નથી કરવો અને હિન્દુસ્તાનને તારીખ જાહેર મુજબ આઝાદી આપી દેવીએ ઇચ્છનીય છે.

૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ ભારત ને સ્વતંત્રતાની ઘોષણા થઈ અને આઝાદ મુકત બન્યું ત્યારે હિન્દુસ્તાન ના બે મુસ્લિમ રાજયો નિઝામ હૈદરાબાદ અને ગુજરાતમાં સૌરાષ્ટ્ર દક્ષિણ માં જૂનાગઢ માણાવદર અને માંગરોળ આ ત્રણ મુસ્લિમ રાજય જેમાં માંગરોળ નાનું રાજય જૂનાગઢ ના આ એ માણાવદર ના રાજવી માં નવાબી શાશન જયારે માંગરોળ નાનું મુસ્લિમ રાજય શેખનુ રાજય કેહવાતું જૂનાગઢનો અને માણાવદર રાજયો નો અવાર નવાર ઉલેખ થાય છે પરંતુ માંગરોળ ના શેખ ના રાજયો નુ ભાગ્યે જ ઉલેખ કયાંક જોવા મળશે જૂનાગઢ અને માણાવદર રાજય ને હિન્દુસ્તાન આઝાદ થયું ત્યારે નવાબી શાશન માં હતું અને તે પાકિસ્તાન સાથે ભરી જવા માટે જૂનાગઢના દીવાન શાહ નવાઝ ભૂટો પાકિસતાન સાથે વાત ઘાટ કરી અને પાકિસ્તાન માં ભેળવવા હિલચાલ થય અને કરી રહ્યા હતા જેથી હિન્દુસ્તાનની આઝાદી સાથે જૂનાગઢ અને માણાવદર સાથે તેને આઝાદી પ્રાપ્ત કરી ન હતી.

કારણ કે તે મેળવા માટે આરઝી હકૂમતની રચના કરવી પડી તેના સર સેના પતિ તરીકે રાષ્ટ્ર પિતા પૂજય મહાત્મા ગાંધીજીના ભત્રીજા શામળદાસ ગાંધી કે જેઓ પોરબંદર ના જ વાતની હતા પોરબંદર નગરપાલિકા માં હેડ કલાર્ક તરીકે પણ નોકરી કરતાં હતાં સમય જતા તેમણે તેઓ શ્રી એ પ્રજા સમાજવાદી પક્ષ ની સ્થાપના પણ કરી.

 જયારે માંગરોળ માં શેખ કઈ પણ ગરબડ કરે અને પાકિસ્તાન તરફ ભાગે તે પેહલા જ માંગરોળ ના શેખ ને પકડી લીધા અને નજર કેદ કર્યા અને પોરબંદર અરબી સમુદ્ર કી અરે આવેલ વીલા સર્કિટ હાઉસ માં હથિયાર ધારી પોલીસ વચ્ચે નજરકેદ કરવામાં આવ્યા અને પોરબંદર ના રાજવી નટવર સિંહજી જેઠવાને તેની જવાબદારી સોંપી હતી.

બંને રાજવીઓ ક્રિકેટ ખેલાડી હતા અને મિત્રો રાજવી હતા આજ ની આ વર્તમાન સ્થિતિમાં માણાવદર જૂનાગઢની આરઝી હકુમત આઝાદીની ચળવળ અને ઇતિહાસને વાગોળે છે પરંતુ આરઝી હકુમત નુ ત્રીજું પત્ત્।ું માંગરોળના શેખનુ રાજય અને તેમના રાજય સબંધે ઉલ્લેખ થાય છે.

પોરબંદરમાં અરબી સમુદ્ર કિનારે  વીલા સર્કિટ હાઉસ અને પોરબંદરના રાજવીના સમીપ આ માંગરોળના શેખને નજરકેદ કરી રખાયેલ તે ઇતિહાસ સંપૂર્ણ રેકોર્ડ આધારિત છે કે આરઝી હકુમત નુ આ ત્રીજું પત્ત્।ું માંગરોળ ના શેખ પોરબંદર માં નજર કેદ હતા. ઉલેખનિય એ છે કે સરકારે વીલા સર્કિટ હાઉસ માં આ ઇતિહાસની નોંધ રાખી નથી તે કમનસીબ છે જાહેર નોંધની તખતી રાખવાની જરૂર છે.

(1:09 pm IST)