Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

જામનગરનો એટ્રોસીટીનો ફરારી લાલો ઢીંગલી ઝડપાઇ ગયો

જૂનાગઢ,તા.૧૨:પોલીસ અધિક્ષક દીપન ભદ્રન દ્વારા જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લા શહેરોના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામા ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. આર.વી.વીંછી તથા પો.સ.ઈ. વી.કે.ગઢવીના નેત્રુત્ત્। વાળી ટીમના એ.એસ.આઈ. હિતેશભાઈ મેરામણભાઈ ચાવડા તથા પોલીસ કોન્સટેબલ રવિભાઈ બુજડને બાતમી મળેલ કે, જામનગર સીટી 'એ' ડીવીઝન પોલીસ સ્ટેશનના એ-પાર્ટ ગુ.ર.નં ૧૧૨૦ર૦૦૮ર૦૧૧૭૬/૨૦૨૦ ઈપીકો કલમ ૩ર૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, તથા એટ્રોસીટી એકટની કલમ ૩(૧)(આર), ૩(૨)(આર) વિગેરે ના કામેના નાસતા ફરતા આરોપી કુલદિપસિંહ ઉર્ફે લાલો ઢીંગલી નટુભા પરમાર રહે. ખોડીયાર કોલોની, ચામુંડા હોટલ વાળીગલી, રાજયપુરોહિત વિધ્યાર્થી ભુવન પાછળ, બ્રહ્મસમાજના વંડા સામે કેબીન પાસે બેઠો છે.

જે બાતમી મળતા તુરતજ તપાસ કરતા બેઠો હોય જેથી તુરતજ તેને કોર્ડન કરી પકડી લીધેલ અને આગળની કાર્યવાહી માટે નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.ટી.એસ.સી.સેલ, જામનગરની કચેરીને સોંપી આપેલ છે.

આરોપીનો ગુનાહીત ઇતીહાસ : (૧) ગુરનં.૧૧૨૦૨૦૦૨૨૦૧૧૯૨ ઇપીકો કલમ ૧૮૬, ૩૩૩,૫૦૬(૨), ૧૧૪, તથા જીપી એકટ કલમ ૧૩૫(૧) મુજબ સીટી સી પોલીસ સ્ટેશન, (ર) ગુરનં ા /૦૦૯૦/ર૦૧૮ ઇપીકો કલમ ૩૨૩, ૩૫૨, ૩૮૪, ૧૧૪ મુજબ પંચ બી ડીવીઝન પોલીસ સ્ટેશન, (૩) ગુરનં. ા /૦૩૪૯/ર૦૧૪ ઇપીકો કલમ ૩૨૮,૩૯૫,૧૧૪ મુજબ સીટી બી પોલીસ સ્ટેશન (૪) ગુરનં. ા /૦૦૦૯૫/૨૦૧૪ ઇપીકો કલમ ૫૦૪, ૪૪૭, ૫૦૬(૨), ૧૧૪,૧૨૦(બી), મુજબ પંચ બી ડીવીઝન પોલીસ સ્ટેશન (પ) ગુરનં.ાાા/૦૪૨૨/૨૦૧૬ પ્રોહીબીશન કલમ ૬૫(ઇ), ૬૬(બી), ૮૧ મુજબ પંચ બી ડીવીઝન પોલીસ સ્ટેશન (૬) ગુરનં.ાાા/૦૨૫૬/૨૦૧૭ પ્રોહીબીશન કલમ ૬૫(ઇ), ૧૧૬(બી) મુજબ પંચ બી ડીવીઝન પોલીસ સ્ટેશન (૭) ગુરનં.ાાા/૦ર૭૩/૨૦૧૯ પ્રોહીબીશન કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૯૮(૨), ૧૧૬(બી) મુજબ સિક્કા પોલીસ સ્ટેશન (૮) ગુરનં.ાાા/૦૪૦૭/૨૦૧૬ પ્રોહીબીશન કલમ ૬૫(એ)(ઇ), ૬૬(બી), ૧૧૬(બી) મુજબ પંય બી ડીવીઝન પોલીસ સ્ટેશન (૯) ગુરનં. ાાા/ ૦૪૫૦/૨૦૧૬ પ્રોહીબીશન કલમ ૬૫(એ)(ઇ), ૬૬(બી), ૮૧ મુજબ પંચ બી ડીવીઝન પોલીસ સ્ટેશન (૧૦) ગુરનં.ાાા/૦૧૧૦/ર૦૧૭ પ્રોહીબીશન કલમ ૬૫(ઇ), ૮૧, ૧૧૬(બી) મુજબ પંચ બી ડીવીઝન પોલીસ સ્ટેશન (૧૧) ગુરનં.ાાા૧/૦૦૭૪/૨૦૧૪ પ્રોહીબીશન કલમ ૬૫(ઇ), ૬૫(એફ), ૬૬(બી), ૮૧ મુજબ પંચ બી ડીવીઝન પોલીસ સ્ટેશન મુજબ છે

(3:29 pm IST)