Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક : ખરીદ વેચાણ સંઘ સમિતિ દ્વારા થઈ રહી છે મગફળીની ખરીદી

ધોરાજી: ધોરાજી માર્કેટિંગ યાર્ડ દ્વારા ખરીદ વેચાણ સંઘ સમિતિના માધ્યમથી મગફળીની ખરીદીનો પ્રારંભ થયો ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં 30 હજાર  મગફળી ગુણની આવક થઈ છે

ધોરાજી માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ભુપતભાઈ કોયાણી એ જણાવેલ કે સરકાર દ્વારા મગફળી ની ઓનલાઈન નોંધણી બાદ ધોરાજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મા નવી મગફળીની આવક શરૂ થઇ ગઇ છે અત્યાર સુધીમાં 30 હજાર ગુણી મગફળી આવી ગઈ છે અને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે

ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત ધીરુભાઈ કોયાણી  એ જણાવેલ કેભારે વરસાદ ને કારણે ધોરાજી પંથક માં મગફળી નું ઉત્પાદન નબળી ગુણવતા વારૂ થયું છે ટેકાના ભાવે મગફળી વેચતા પહેલા ખેડૂતો યાર્ડ ખાતે મગફળી વેચતા જોવા મળ્યા હતા

 ધોરાજી માર્કેટ યાર્ડ વેપારીઓએ જણાવ્યું કે મગફળી ની સાથો સાથ કપાસ ની પણ પુષ્કળ પ્રમાણ માં આવક જોવા મળી છે હાલ માં મગફળી ની ખરીદી ને લઈ અને ખેડૂતો માં ખુશી જોવા મળી છે

અલગ અલગ પ્રકાર ના ગ્રેડ થી ખરીદવામાં આવી રહી છે મગફળી દરેક ખેડૂતો ની મગફળી નું વેચાણ થઈ જતાં ખેડૂતો માં ખુશી જોવા મળી હતી

(6:08 pm IST)