Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

ગોંડલમાં કોરોના સંક્રમણના કારણે શેરી ગરબીનાં આયોજનો બંધ રાખવા નિર્ણય

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા.૧૩: આગામી સપ્તાહમાં પાવન પવિત્ર નવરાત્રીનો પ્રારંભ થઇ રહયો છે.ત્યારે ગોંડલ માં વરસોથી પરંપરાગત યોજાતી શેરી ગરબીઓનાં આયોજકો દ્વારા કોરોના સંક્રમણનાં ભયને કારણે ચાલુ વર્ષે શેરી ગરબી નહીં યોજવા સરાહનીય નિર્ણય લેવાયો છે.આગેવાનો અને તંત્ર દ્વારા કરાયેલ અપીલને હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે.

આજે ડેપ્યુટી કલેકટર રાજેશકુમાર આલનાં માર્ગદર્શન હેઠળ અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજા તથાં જીતુભાઈ આચાર્યની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં શહેરનાં વિવિધ વિસ્તારોના શેરી ગરબીનાં આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.ડે.કલેકટર રાજેશકુમાર આલ દ્વારા ગરબી અંગે સરકારની ગાઇડલાઇનની સમજ આપી ગોંડલ કોરોનાની તિવ્રતા વચ્ચે ઘેરાયેલું હોય સંક્રમણને ટાળવાં સાદગી પુર્ણ આયોજન કરવા અપીલ કરતાં અને આગેવાનો રાજેન્દ્રસિંહ જાડેજા તથાં જીતુભાઈ આચાર્ય એ પણ ગરબીની બાળાઓ કે વાલીઓ સહીત લોકો કોરોનાથી સંક્રમીતનાં થાય ગોંડલને બચાવવાં અપીલ કરતાં ગરબી સંચાલકો દ્વારા માત્ર આરતી અને પુજન દ્વારા નવરાત્રી ઉજવવા સ્વૈચ્છિક નિર્ણય લેવાયો હતો.બેઠક માં ગરબી અંગે પ્રથમ સરાહનીય પહેલ કરનાર સહજાનંદ નગરનાં આયોજકો યસ ગૃપનાં દશરથસિહ જાડેજા તથાં હરપાલસિંહ રાણાને બિરદાવાયા હતા.

બેઠકની અંતે શહેરમાં કોરોનાને કારણે સો થી વધું લોકો મૃત્યુ પામ્યાં હોય મૌન પાળી શ્રધ્ધાંજલી અપાઇ હતી.

(11:22 am IST)