Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ભાવનગરમાં રખડતા ઢોરોના પ્રશ્ને કોંગ્રેસનો વિચિત્ર કાર્યક્રમ : ભરવાડનો વેશ પહેરી આવેદન આપ્યું

ભાવનગર : શહેરમાં રખડતા ઢોરોનો ભારે ત્રાસ વધ્યો છે. ખરાબ ધુડીયા રસ્તા અને સફાઇનો અભાવ અને ચારેય બાજુ ઢોરના ત્રાસથી લોકો ભારે કંટાળીયા છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિચિત્ર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસ દ્વારા ઘોઘાગેટ વિસ્તારમાં તમામ કોંગ્રેસીઓ અલગ અલગ માલધારી, ભરવાડના વેશ ધારણ કરી મહાનગરપાલિકાની ઓફીસે આવેદનપત્ર પાઠવવા ગયેલ હતા. ભારતમાતાના નારા સાથે ઘોઘાગેટથી મહાનગરપાલિકાની ઓફીસે પહોંચ્યા હતા. શહેરમાં રખડતા ઢોરને કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો થાય છે. તાજેતરમાં એક પત્રકારને ઢોરે ઢીક મારતા તેનું પણ અવસાન થયેલ ત્યારે કોંગ્રેસ દ્વારા માલધારીઓના વેશમાં આશ્ચર્યજનક કાર્યક્રમો આપી આવેદન પાઠવ્યું હતું. જેમાં કોંગ્રેસના કાર્યકરો, કોર્પોરેટરો અને મહિલા આગેવાનો હાજર રહ્યા હતાં.

(9:54 am IST)