Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

વૃદ્ધે ૫ લાખની રોકડા-સોનું મૂળ માલિકને પરત કર્યું

વૃદ્ધે રોડ પર મળેલી બેગ પરત કરી : વંથળીના સુખપુરના એક પરિવારની સોનું તેમજ રોકડ ભરેલી બેગ બાઈક પરથી પડી ગઈ જે વૃધ્ધને મળી હતી

જૂનાગઢ,તા.૧૪ : વંથળીના સુખપુરના એક પરિવારની સોનું અને રોકડ ભરેલી બેગ ગુરુવારે બાઈક પરથી પડી ગઈ હતી. બેગ ઝાંઝરડા રોડ પર રહેતા એક ૬૦ વર્ષના વૃદ્ધ વિઠ્ઠલ્લભાઈને મળી હતી. તેમણે કોઈ પણ લાલચ રાખ્યા વગરઆ બેગ મૂળ માલિક સુધી પહોંચાડવા માટે સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસે મૂળ માલિકની શોધ કરી અને આજ રોજ ધનતેરસના દિવસે વિઠ્ઠલભાઈના હસ્તે મૂળ માલિકને લાખનો મુદ્દામાલ ધરાવતી બેગ પરત કરીને ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસ પાસેથી મળી રહેલી માહિતી મુજબ સુખપુરમાં રહેતા રેખાબેન મેસુરભાઈ ભાદરકા તેમના પરિવાર સાથે ગઈકાલે મોટર સાયકલ પર નીકળ્યા હતાં. તે દરમિયાન સુદામા પાર્કથી એગ્રીકલ્ચરના ગેઈટ સુધીમાં બાઈક પર રાખેલી બેગ રસ્તામાં પડી ગઈ હતી. બેગમાં સોના-ચાંદીની દાગીના, કપડા, મોબાઈલ અને રોકડ રકમ ,૮૦,૦૦૦ સહિત કુલ લાખની કિંમતનો સામાન હતો. બેગ ખોવાઈ જતા પરિવાર ચિંતામાં મૂકાયો હતો તેમણે રસ્તામાં શોધખોળ કરી અંતે પોલીસ સ્ટેશનમાં જાણ કરી. ઝાંઝરડા રોડ પર રહેતા ૬૦ વર્ષના સિનિયર સિટિઝન વિઠ્ઠલભાઈ દેવરાજભાઈ મોણપરા પટેલે બેગ મળતા સહેજ પણ લાલચ રાખ્યા વગર તેમણે પોલીસ સ્ટેશનમાં જમા કરાવી હતી. પોલીસે મૂળ માલિકને બોલાવીને વિઠ્ઠલભાઈના હસ્તે બેગ આપતા માનવતા મહેકી ઉઠી હતી. પોલીસે પણ વિઠ્ઠલભાઇનો આભાર માન્યો હતો.

(8:39 pm IST)