Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

કાલાવડ ગ્રામ્ય PSI રાદડીયાને વીડિયો પ્રકરણ નડયું : SP શ્વેતા શ્રીમાલીએ સસ્પેન્શનનો ઓર્ડર કર્યો

(તસવીર:કિંજલ કારસરીયા, જામનગર) જામનગર : જામનગરના કાલાવડ ગ્રામ્યના PSI રાદડિયા અને રાઇટર હેડને તાત્કાલિક અસરથી વાયરલ વિડીયોના મામલે SP શ્વેતા શ્રીમલીએ સસ્પેન્ડ કરવાનો આદેશ કરી તપાસના આદેશ આપ્યા છે.

         મળતી વિગતો મુજબ અગાઉ આરોપી યુવરાજસિંહ ઉર્ફ ભીમો નાથુભા જાડેજા ૨) નિર્મલસિંહ ઉર્ફ ભોલો ગુલાબસિંહ જાડેજા આર્ટિક કારમાં દારૂ સાથે ઝડપાયા હતા અને જે કારમાંથી દારૂ મળેલ તે કાર PSI રાદડિયા પોતાના અંગત ઉપયોગમાં વાપરતા હોવાનું બહાર આવેલ જેની તપાસ બાદ આ સસ્પેન્શનનો હુકમ થયાનું જાણવા મળેલ છે

(9:18 pm IST)
  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ ધટાડો : પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 15 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો ઘટાડો : ભાવ ઘટાડો સવારે છ વાગ્યાથી લાગુ. access_time 11:40 pm IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે ઘટાડો : પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ઘટાડો : નવો ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે. access_time 11:34 pm IST