Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ગોંડલ -બંધિયા એસ.ટી બસ સેવા ફરી શરૂ કરવા માંગણી

ગોંડલ ,તા.૧૭: યુવા મહિલા અગ્રણી કોમલબેન પરમાર (બંધિયા) દ્વારા એસ ટી તંત્ર ને ગોંડલ થી બંધિયા બસ સેવા સરું કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. હાલ ગોંડલ થી બંધિયા જવા માટે સવારે વહેલા ૬.૩૦ તેમજ બપોરે ૧૨.૧૫ કલાકે બસ મળે છે ત્યારબાદ જતી તમામ બસ બંધ કરતાં મુસાફરો ને ભારે હલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. ગોંડલ થી બપોરે જતી ડોડીયાળા તેમજ સાંજે જતી લોન કોટડા પણ હોવાથી બંધિયા અને શીશક તેમજ આજુબાજુ ના ગામડાઓમાં જતાં મુસાફરો માટે સાંજે ઊપડતી ગોંડલ શીશક વાયા બંધિયા થઈને જતી બસ અનુકૂળ હોય પરંતુ હાલ તે પણ બંધ કરી દેવતા ફરી ચાલુ કરવામાં રજૂઆત કરવામાં આવી હતી.

શિવરાજગઢમાં કોરોના વોરિયર્સનું સન્માન

શિવરાજગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના વૈશ્વકિ મહામારી  સામેની લડાઈ દરમ્યાન ઘર, પરિવાર ની ચીંતા કયાઁ વગર તેમજ સરકારી ફરજ નું સામાજિક ઉત્ત્।ર દાયિત્વ નિભાવ્યુ છે અને જે ઉમદા ફરજ બજાવેલ છે તેવા શિવરાજગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફને કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ રાજકોટ ના રૈમ્યા મોહન ના સીગ્નેચર વાળુ સન્માન પત્ર કોરોના વોરીયસઁ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો સમારોહ મા માજી. તા.પં.પ્રમુખ ડી.કે.વોર, કિરીટ વોરા તથા સામાજિક કાર્યકર ચંદ્રેશ પંડ્યા વગેરે એ હાજરી આપી હતી અને શિવરાજગઢ આરોગ્યના તમામ કમઁચારી ને કોરોના ની મહામારી માં  સુંદર કામગીરી બજાવેલ અને નિષ્ઠાપૂર્વક કામ કરેલ તે બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા સન્માનિત કરેલ સ્ટાફ મા ડો.મિલન હાપલીયા.ફામાઁસીસ્ટ કુંદડીયા કિશોર ભાઈ. લેબ.ટેક.ક્રિષ્ના બેન કોમ્યુ.ઓ.ભૂપેન્દ્રસિંહ ઝાલા સુપરવાઇઝર બલદાણીયાભાઈ તથા આશાફેસેલીટર તેમજ આશાવકઁર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ આરોગ્ય ની સેવા ઓ ને સામાજીક કાર્યકર ચંદ્રેશ પંડ્યા દ્વારા બીરદાવવા માં આવ્યા હતા.

(11:49 am IST)