Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ગિરનાર પર્વત ઉપર પૂ. મોરારીબાપુ ગરબે ઘુમ્યા...

'મા'ની કૃપા હોય તો જ ગિરનાર પર્વત ઉપર કથા ગાવા મળેઃ પૂ. મોરારીબાપુ : વ્યાસપીઠની બાજુમાં જુદા જુદા તાલ ઉપર માતાજીની આરાધનાઃ 'માનસ જગદંબા' શ્રીરામકથાનો આજે ત્રીજો દિવસ

જુનાગઢ : તસ્વીરમાં પૂ. મોરારીબાપુએ આજે 'માનસ જગદંબા' શ્રીરામકથામાં માતાજીની આરાધના ગરબે ઘુમીને કરી હતી. (તસ્વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ)

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૯ :..  નવલા નોરતામાં પૂ. મોરારીબાપુના વ્યાસાસને શનીવારથી ગિરનાર પર્વત ઉપર 'માનસ જગદંબા' શ્રીરામકથાનો પ્રારંભ થયો છે.

શ્રીરામ કથાનો આજે ત્રીજો દિવસ છે. પૂ. મોરારીબાપુએ શ્રીરામ કથાના પ્રારંભે કહયુ કે, 'મા'ની કૃપા હોય તો જ ગીરનાર શ્રીરામ કથા ગાવા મળે.

પૂ. મોરારીબાપુએ શ્રીરામકથામાં આજે રાસ-ગરબા લઇને માતાજીની આરાધના કરી હતી.

છેલ છબીલો ગુજરાતી, ધૂણી રે ધખાવી અમે તારા નામની, ઓચીંતી આંગણમા આવી... સહિત અનેક ગીતો ઉપર રાસ-ગરબા રમ્યા હતાં.

પૂ. મોરારીબાપુએ ગઇકાલે બીજા દિવસે જણાવ્યું હતું કે, આપણી લોકોકિત એવી છે કે આવે એ જાય જ છે પણ બધાને એ લાગુ નથી પડતું. સાધુ આવે છે પણ જતા નથી, જાય એ સાધુ નહીં. કોઇ કયારેક પૂછે છે કે બાપુ આપની વૈષ્ણવ, મારગી સાધુ પરંપરા તો આપને શિવ પ્રત્યે આટલો લગાવ કેમ ? બાપુએ જણાવ્યું કે, મારી અંગત વાત કરું તો મેં ત્રિભુવનદાદાને રામ કે કૃષ્ણારૂપમાં જોયા જ નથી મેં દાદાને હંમેશા શિવરૂપમાં જ જોયા છે. રામ, કૃષ્ણ આદિ અવતારોને પુર્ણાવતાર કે એવું કહે છે પણ શિવ શિવછે. અહીં યોગ, તંત્ર-મંત્ર-યંત્ર બધી ધારાઓ આવી છે. આખો ગિરનાર જ એક મોટો ધૂણો છે. સામાન્ય રીતે યજ્ઞ બ્રાહ્મણ પેટાવે પણ ધુણો સાધુ ચેતવે - પેટાવે છે. અહીં રપ વરસની ઉમરે નાનકદેવ આવેલા. ભવનાથથી પગથીયા ચડીને પગથીયાને થયુ હશે કે પારસ બની જાઉં વિવિધ કથાઓ મુજબ નાનકદેવ નદીમાં ડૂબ્યા બાદ  બહાર સાક્ષાતકાર થયો ને બોલેલા કે એક આકાર સતનામ, અન્ય એક વાયકા મુજબ દુકાનમાં કામ  કરતા અને શેઠ કહે ગણો, એક બે કરતા તેરા... તેરા કહેતા જ કુંડલીની ખુલી ગઇ. અહીં કમંડળ કુંડમાં કુંડલીની વિસ્ફોટ નાનકદેવમાં થયો. નરસિંહ મહેતા એના સાક્ષી હતા એવી કથા પણ છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહયુંકે જગદંબાની આઠ ભૂજા છે. જગદંબાનાં જે લક્ષણો છે એ એમની આઠ ભુજા છે જગદંબાનું એક લક્ષણ એ છે કે તે પુત્રી બનીને અવતર્યા છે. એ જગદંબાની પ્રથમ ભૂજા છે. બીજુંલક્ષણ છે. જગદંબા, અજા' છે. લીલા ક્ષેત્રમાં એ જન્મ લે છે, પરંતુ વાસ્તવમાં જગદંબા અજન્મા છે. જે જન્મે, તેનું મૃત્યુ અનિવાર્ય છે.

(1:36 pm IST)