Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

પાળીયાદના નાના છૈડા ગામે ગાંજાનું વાવેતર ઝડપાયું

બોટાદ,તા. ૧૭: પાળીયાદ પો.સ્ટે. તાબાના નાના છૈડા ગામે રહેતા હકાભાઇ ગોરધનભાઇ ધરજીયા એ નાના છૈડા ગામની સીમમાં પોતાના મકાન પાસેની ખુલ્લી જમીનમાં ગાંજાના લીલા છોડનુ વાવેતર કરી ઉત્પાદન કરેલ છે. જે હકીકત આધારે રેઇડ કરતા આરોપી હકાભાઇ કોળી ઉ.વ.આ.૪૦ ના કબ્જામાંથી ગાંજાના લીલા છોડ નંગ-૧૦ કુલ વજન ૪.૨૯૨ કિલોગ્રામ કિ.રૂ. ૨૧,૪૬૦/ તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦/ મળી આવતા મજકૂર આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પાળીયાદ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૦૦૦૫૨૦૦૮૪૧/૨૦૨૦ એન.ડી.પી.એસ એકટ કલમ ૮(બી),૮(સી),૨૦(એ),૨૦(બી), ૨૦(II)બી મુજબનો ગુન્હો રજી કરાવેલ છે.

અશોક કુમાર, નાયબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગર તથા હર્ષદ મહેતા પોલીસ અધિક્ષકશ્રી,બોટાદનાઓની સુચના મુજબ પો.ઇન્સ.શ્રી. એચ.આર.ગોસ્વામી , એસ.ઓ.જી.શાખાના હેડ કોન્સ ગોવિંદભાઇ કાળુભાઇ, હેડ કોન્સ મહાવિરસિંહ બનેસિંહ, પો.કોન્સ ભગીરથભાઇ જોરૂભાઇ તથા પો.કોન્સ શિવરાજભાઇ નકુભાઇ તથા પો.કોન્સ હિતેષભાઇ તખતસંગભાઇ તથા પો.કોન્સ રાજેશભાઇ ચતુરભાઇ તથા પેરોલ ફર્લો સ્કોડના હેડ કોન્સ. જયેશભાઇ ગભરૂભાઇ તથા પો.કોન્સ ભારદ્વાજભાઇ કાળીદાસભાઇ તથા ડ્રાઇવર હેડ કોન્સ રાદ્યવભાઇ કરશનભાઇ નાઓના કામગીરીમાં રોકાયેલ હતા.

(11:50 am IST)