Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

કાલાવાડ અને દડીયા ગામે ક્રિકેટ મેચ ઉપર સટ્ટોઃ પાંચ ઝડપાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૭ : કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રણજીતસિંહ હેમુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  કાલાવડ મેઈન બજાર, ચકકીવાળી શેરમાં એઝાજ ઉર્ફે બ્રેટલી ઓસમાણભાઈ સમા, ઈમરાન ઉર્ફે મોટો સુલેમાનભાઈ બાનાણી, હારૂનભાઈ જુસબભાઈ કચ્છી, એ લાઈવ મેચ ઉપર  વડે મોબાઈલમાં સી.આર.આઈ.સી.બી.યુ.ઝેડ. ઝેડ. નામની એપ્લીકેશનમાં લાઈવ સ્કોર જોઈને પૈસાની હારજીત કરી ક્રિકેટનો સટ્ટો રમતા હોય જેથી રોકડા રૂ.૧૩પ૦/–  તથા મોબાઈલ નંગ–૧, કિંમત રૂ.૧૦૦૦/– મળી કુલ રૂ.ર૩પ૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

પંચ બી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. જયંતભાઈ જીવાભાઈ કાનગડ એ ફરીયાદ નોંધાવી છે કે, દડીયા ગામ, બાપા સીતારામની મઢુલી પાસે રોડ ઉપર જાહેરમાં  રાજેશભાઈ ઉર્ફે અલી વલ્લભભાઈ લખીયર, ભજીભાઉ, રે. જામનગરવાળા મોબાઈલ ફોનમાં મેચના હારજીત પર દાવ લગાડી આઈ.ડી. આપનાર ભજીભાઉ રે.જામનગર મો.૯૯ર૪૦ ૭૮૬૯૬ વાળા સાથે પૈસાની લેતી દેતી  કરી જુગાર રમી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૦પ૦/– તથા સેમસંગ ગેલેકસી એ–ર૦ ફોન કિંમત રૂ.પ૦૦૦/– મળી કુલ રૂ.૬૦પ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. 

મયુર નગરમાં જુગાર

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાજેન્દ્રસિંહ બચુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  પાણખાણ મયુરનગર–૧, મનપસંદ પાનની બાજુમાં ખુલ્લા પ્લોટમાં જાહેરમાં  રસીલાબેન રાજુભાઈ મકવાણા, ગીતાબેન દિનેશભાઈ રીબડીયા, જયાબેન બાબુભાઈ બાંભણીયા, શારદાબેન જમનભાઈ ગુજરાત, જુગાર રમતા રેઈડ દરમ્યાન કુલ રૂ.૧ર,૩પ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂ સાથે ઝડપાયો

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હિતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોધાવી છે કે,  ધરારનગર–૧, સાતનાલા ગરબી ચોક પાસે, નંદાબા ભીખુભા રાઠોડના ભાડાની આરડીમાં,  અનિરૂઘ્ધસિંહ ઉર્ફે અનોપસિંહ નટુભા ચુડાસમા,  દારૂની બોટલ નંગ–૪૬, કિંમત રૂા ર૩,૦૦૦/– નો મુદામાલ વેચાણ અર્થે રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

(11:50 am IST)