Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ધોરાજીમાં કમલેશે નશાની હાલતમાં ફાંસો ખાધોઃ નાનો ભાઇ જોઇ જતાં બચી ગયો

યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો

રાજકોટ તા. ૧૭: ધોરાજીમાં રહેતાં કમલેશ કેશુભાઇ પરમાર (ઉ.વ.૨૫) નામના યુવાને ઘરમાં પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં તે વખતે જ નાનો ભાઇ જોઇ જતાં તાકીદે નીચે ઉતારી લેતાં જીવ બચી ગયો હતો. તેને ધોરાજી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.કમલેશ છુટક કડીયા કામની મજૂરી કરે છે. તેની પત્નિના કહહેવા મુજબ નશાની હાલતમાં તેણે આ પગલુ ભર્યુ હતું. ગઇકાલે તે વધુ પડતી કોથળીઓ પી ગયાનું પણ તેણીએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ધોરાજી પોલીસને જાણ કરી હતી.

(11:56 am IST)