Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ભાવનગર જિલ્લા જેલમાં ખાડો કરી છૂપાવેલ મોબાઇલ મળી આવ્‍યો

ભાવનગર તા. ૨૧ : ભાવનગર જિલ્લા જેલમાંથી મોબાઇલ ફોન આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વિગતો મુજબ જેલર ગ્રુપ-૨ ઝડપી સ્‍કવોડના સ્‍ટાફે ભાવનગર જિલ્લા જેલમાં અચાનક ઝડતી ચકાસણી કરતા બેરેક નં. ૫ની બહાર આગળનાં ભાગે આવેલ ગટરની કુંડીની બાજુમાં ખાડો કરી પ્‍લાસ્‍ટીકની કોથળીમાં વિટાળી છુપાવી રાખેલ જીયો કંપનીનો મોબાઇલ ફોન ઝડપી લઇ તપાસ હાથ ધરી હતી.

આ અંગે ઝડતી સ્‍કવોર્ડ જેલર ડી.આર.કરંગીયાએ એ-ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા જેલમાં આ મોબાઇલ કઇ રીતે અને કોને મંગાવ્‍યો હતો તેની તપાસ હાથ ધરી છે.

(10:54 am IST)