Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ગોંડલ - બાબરા -લાઠીમાં પોણો ઇંચ : વાંકાનેરમાં અડધો ઈંચ : સૌરાષ્ટ્રના ૧૪ તાલુકામાં હળવા ભારે ઝાપટાં

રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શનિવારથી વરસાદી માહોલ યથાવત છે આવા  વાતાવરણ વચ્ચે દરરોજ હળવો ભારે વરસાદ વરસી જાય છે.

      આજે સવારના છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી એક પણ જગ્યાએ વરસાદ વરસ્યો ન હતો જ્યારે બે વાગ્યા બાદ ઝાપટાંથી માંડીને પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લાના ગોંડલ ઉપરાંત અમરેલી જિલ્લાના બાબરા અને લાઠીમાં પોણો ઈંચ વરસાદ પડયો હતો જ્યારે મોરબી જિલ્લાના વાંકાનેરમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો.

      આ ઉપરાંત ભાવનગર જિલ્લાના ઉમરાળા , જેસર , તળાજા બોટાદ જિલ્લાના બોટાદ શહેરમાં , ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીરગઢડામાં , રાજકોટ જિલ્લાના પડધરીમા તથા અમરેલી જિલ્લાના લીલીયા , અમરેલી શહેર અને સાવરકુંડલામાં વરસાદી ઝાપટા પડ્યા છે.

       છેલ્લા થોડા દિવસોથી દરરોજ સાંજના સમયે વરસાદી માહોલ છવાઇ જાય છે અને કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ વરસી જાય છે રાજકોટમાં પણ સાંજે ૪: ૩૦ વાગ્યે ગોરંભાયેલું વાતાવરણ છે.

(4:45 pm IST)