Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

શિક્ષા બધા પાસેથી લેવાય - દિક્ષા તો સદગુરૂ પાસેથી જ લેવાયઃ પૂ.મોરારીબાપુ

જુનાગઢ ગરવા ગિરનારની ગોદમાં આયોજીત 'ઓનલાઇન માનસ જગદંબા' શ્રી રામકથાનો છઠ્ઠો દિવસ

(વિનુ જોશી) જુનાગઢ તા.રર : જુનાગઢ ગરવા ગિરનાર પર્વત પર કમંડળ કુંડ ખાતે મોરારીબાપુના વ્યાસાસને શનિવારથી માનસ જગદંબા રામકથા યોજાયેલ છે.

જેમાં આજે ૬ઠ્ઠા દિવસે શ્રોતાઓને કથા શ્રવણ કરાવતા પુ.મોરારીબાપુએ જણાવ્યું હતું કે આજે સવારે યજ્ઞ કુંડ પાસે ભાગવત દર્શન કરતા તેમાંથી દતાત્રેય ભગવાન વિશે મે લખી નાખ્યું કે તેમણે ર૪ ગુરૂ કર્યા તેના વિશે પુ.બાપુએ વર્ણવ્યું.

પુ.મોરારીબાપુએ જણાવ્યું હતું કે ગુરૂકૃપા કહે છે પાંચતત્વોનું બનેલું આ શરીર પાંચેયમાં સમાઇ જવા સમર્થન હોય છે.

એ જગદંબા કે જગતાત્મા છે ક્ષિતી એટલે ધરતી જાનકી, જાનકી પૃથ્વીથી પ્રગટયા અને અંતે પૃથ્વીમાં જ સમાયા આપણે જીવ પૃથ્થવીથી નહી પણ પૃથ્થવી પર પ્રગટ થઇએ છે પણ આપણામાંથી સાધુ છે એ પૃથ્થવીમાં સમાય જાય છે. સાધુને સમાધિ અપાય છે. આ જાનકીની પરંપરા છે. સાધુ વિશ્વ મંગલ કરી પૃથ્થવીમાં સમાય છે. સન્યાસીની પણ એક પરંપરા છે એ પૃથ્થવી પર આવે છે પણ જલસમાધિ લ્યે છે. વિષ્ણુ દેવાનંદગિરી પુ. ડોંગરેજી મહારાજના દાખલા આપણી સામે છે.

નવનાથ પરંપરાના સિધ્ધો કોઇ મચ્છંદર કોઇ ગોરખ કારિફનાથ અગ્નિનનો રંગ જોઇને વિશ્વને ચેતવણી આપે છે પંચવટીમાં રહેલ છાયા  સીતામાં  પણ તત્વ સત્ય છે એ લંકામાં જાય એ બરાબર નહી. પુ. બાપુએ વધુમાં જણાવ્યું હતું કે હનુમાનજી સુંદરકાંડમાં પહેલી વખત જયારે રામને મળે છે. તયારે પાંચ પ્રશ્નો પુછે છે શા માટે પાંચ જ પ્રશ્નો ?

હનુમાનના પાંચમુખ છે એ પંચમુખી છે જેમાં વરાહ, હયગ્રીવ, ગરૂડ નૃસિંહ અને વાનરમુખ અને આ શાસ્ત્રોકતા પંચમુખ છે. કેન્દ્રમાં વાનરમુખ છે એક એક મુખ એક એક એક પ્રશ્ન પુછે છે પૃથ્થવીને હરિણ્યામ પાતાળમાં લઇ ગયો ત્યરે વરાહ રૂપથી બહાર કાઢી હનુમાન કહે છે કે જાનકી પાતાળમાં હશે તો પણ હું લાવીશ હયગ્રીવ પુરાણોને પાછા લાવે છે નૃસિંહ રૂપે હનુમાન છાતી ચિરીને સિતાજીની રક્ષા કરે છે. વાનર રૂપેણ હનુમાન કહે છે હું તારા કિંકટ (દાસ) બનીને રહીશ આ કથા ધુઆ અગ્નિ હનુમાનએ વાયુ તત્વ અસ્તિત્વ આ ગગન આકાશ તત્વ ભાવજળ જલ તતત્વ આ પાંચ તત્વો કથા સાંભળે છે. કોઇપણ સર્જન રજોગુણ સિવાય કોઇ કરી ન શકે. માતાજી ગુણાતીત છેે બ્રહ્મા સૃષ્ટિ સર્જનની રજોગુણસિવાય નથી કરી શકતા મા જગદંબા રજો ગુણ તમોગુણ સત્યગુણ વગર સર્જન કરે છે. માટે ત્રિગુણી આજે દત્ત ભગવાનની છાંયામાં બેઠા જગદંબાની પુજા કરીએ છીએ.

આજે મારો ઇરાદો બીજો હતો સવારે યજ્ઞ કુંડ પાસે ભાગવત દર્શન કરતો હતો. તે મે લપી લીધુ ચતુર્વીશ ગુરૂ બનાવયા છે.

ર૪ ગુરૂથી મે શિક્ષા લીધી છે. શિક્ષા બધા પાસે લેવી દિક્ષા એક થી લેવી.

દત ભગવાન કહે છે સૌથી પહેલા ગુરૂ પૃથ્થવીને બનાવી કેટલુ કસ્ટપડે ધૈર્ય ધારણ કરવું બૌધ્ધ લીધો એ શિક્ષા ગુરૂ પવન સાથે શિક્ષાલીધી વાયુ અસંગ બની જાય છે જો અસંૅગતતાના બૌધ્ધવાયુ પાસે લીધો આકાશપાસેથી સુખ અને દુખહાની ગમે એટલા વરસાદ તુટી પડે એ તો આવે જાય એનાથી શું ફરક પડે આકાશ કોઇ થી બદલો નથી લેતો તે મારો રંગ બદલી દીધોએ ભાવ સાથે આકાશને ગુરૂ બનાવ્યા જળને ગુરૂ બનાવ્યા અવધુત દતાત્રેય ભગવાનશ્રી કૃષ્ણ કહે છે કે યદુ બ્રાહ્મણોને સેવતા રહયા દરમિયાન દતાત્રેય ભગવાન મળ્યા આપ ગિરનારમાં બધુ કેમ સહો છો યદુએ પ્રશ્ન કર્યો.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે યદુ કેમ છો તે બ્રાહ્મણને સેવવા વાળા છે.

આપની મસ્તીનુ કારણ શું છે દત ભગવાનને પુછે છે પછી દત ભગવાન કહે છે યદુ રાજન મારી મસ્તીનું કારણ ગુરૂજનની કૃપા છે. શિક્ષા બધા પાસેથી લેવી જોઇએ પણ દિક્ષા એક પાસેથી લેવી જોઇએ ભગવાન દતાત્રેય સ્વંય કહે છે અગ્નિ પાસે શિક્ષા લીધી યજ્ઞમાં કોઇપણ હોમ કરે તે ફરીયાદ ન કરે જે મળે એમાં સંતુષ્ટ અગ્નિ આપણને શિખવાડે છે. ચંદ્રમાં પાસેથી ગુરૂ એસા કીજેય જેસે ચંદ્રમાનો ચાંદ એ ગુણ ગ્રહણ કર્યો સુર્યની જીવનગ્રહણનો બોધ્ધ લીધો અજગર પ્રમાદી નથી તેને ભરોસો છે. જાજામાં જાજુ ત્રણ દિયરમાભા ભુખ્યા રહે છે એ થી વધુ ભુખ્યા નથી રાખતા

કીડીને કણ હાથીને મણ હરીની હાટડીએ મારે રોજ અટાણુ સીધું મોજમાં આનંદમાં રહેવા સાગરથી બૌધ્ધ પ્રાપ્ત કર્યા હાથી પાસેથી બૌધ્ધ લીધો એ મુકી દવ પછી કહી રાખ્યુબાપેએ દતકથામાં માછલી પકડવા વાળો ગોળ નાખી માછીમાર પકડતો એક દિવસ એક ભજનાનંદી સાધુ આવ્યા મચ્છીયારો માછલી પકડવા આવે સાધુએ માછલી તો મો બંધ કરી દીધા એટલે માછલી ફસાણી નહી માટે સાધકે મૌન ધારણ કરી ભકિત કરવી.

(3:12 pm IST)