Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

મોવિયાનાં યુવાને બનાવ્યું સ્પોર્ટસ બાઇક અને ચેન લેસ સાયકલ : લોકડાઉનનો કર્યો સદ્પયોગ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા )ગોંડલ તા.૨૩: ઇશ્વરે માનવીને આપેલી કોઠાસુઝ કયારેક ઉચ્ચ ડીગ્રીઓ ને પાછળ રાખી દે છે.અલબત કોઠાસુઝનો સદ્પયોગ કરવો પડે.

ગોંડલ તાલુકાના મોવિયા રહેતાં પટેલ યુવાને કોરોના કાળનાં લોકડાઉનનો સધ્પયોગ કરી જુનાં હોન્ડા બાઇકમાં આપસુઝ દ્વારા સ્પોર્ર્ટસ બાઇક બનાવ્યું.આ યુવાનની કોઠાસુઝ આટલેથી જ નથીં અટકી તેણે ચેન લેસ સાયકલ પણ બનાવી છે.

માત્ર દશ ચોપડીનું ભણતર ભણેલાં મોવિયા નાં કલ્પેશભાઇ રમણીકભાઇ ભાલાળા એ જુનાં સીડી હોન્ડા બાઇકમાંથી આગવી સુઝ દ્વારા ટેકનીકલ ડીઝાઇન બનાવી સ્પોર્ટસ બાઇક બનાવ્યું છે.કલ્પેશભાઇ એ બનાવેલું બાઇકનું મિકેનિઝમ કોઈ કંપનીથી કમ નથી.

બાઇક ઉપરાંત કલ્પેશભાઇએ સાયકલ બનાવી છે.આ સાયકલ ચેન વગરની છે.સામાન્ય રીતે સાયકલની હાઇટ ત્રણથી સાડાત્રણ ફુટની હોય પરંતું આ સાયકલ સાડા ચાર થી પાંચ ફુટની હાઇટ ધરાવે છે.

ખાસ કરીને વિદેશમાં આ પ્રકારની અવનવી ડીઝાઇન સાથેની સાયકલો જોવાં મળતી હોય છે.આ પહેલાં કલ્પેશભાઇએ પેડલ વગર ની સાયકલ બનાવી હતી.

આર્થીક રીતે સામાન્ય પરીવારનાં કલ્પેશભાઇને આગળ અભ્યાસનાં થઇ શકયો તેનો વસવસો છે પણ તેની કોઠાસુઝ અને જીજ્ઞાસા ને તેમણે ગગનમાં વિહરતી રાખી છે.

ગોંડલનો મિની ટ્રેકટર ઉદ્યોગ ખાસ્સો જાણીતો છે.હાલ કલ્પેશભાઇની કોઠાસુઝ ખેતીમાં સરળતા અને આધુનિકતા સાથે ખેતીમાં ઉપયોગી બને તેવાં ટ્રેકટરનાં નિર્માણમાં કામ આવી રહી છે.

(10:08 am IST)